November 21, 2024

ઇદેમિલાદ ના તહેવારને અનુલક્ષીને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ અગ્રણીઓની બેઠક મળી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

પોલીસ દ્વારા કોવિડ ગાઇડ લાઇન્સના નિયમ મુજબ તહેવાર ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે આગામી ઇદેમિલાદના તહેવારને અનુલક્ષીને પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ અગ્રણીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પી.એસ.આઇ વી.આર. ઠુમ્મર ની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ઉમલ્લા.વેલુંગામ ઇન્દોર.શંજાલી સહિત ના ગામો ના કમિટીના સભ્યો તેમજ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ઇદેમિલાદનો તહેવાર પરંપરાગત કોમી એખલાસ ભર્યા માહોલ વચ્ચે કોવિડ ગાઇડલાઇન્સ મુજબ યોજાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોવિડ ગાઇડ લાઇન્સ મુજબ ૪૦૦ માણસોથી વધુ એકત્ર થવુ નહિ,માસ્ક પહેરીને સામાજિક અંતર જાળવવુ જેવા કોવિડ ગાઇડ લાઇન્સના નિયમોની જાળવણી સાથે ઇદે મિલાદનો તહેવાર ઉજવવા પી.એસ.આઈ વી.આર ઠુમ્મર કરેલ અનુરોધને ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ આવકારીને સંપુર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી.


Share to

You may have missed