November 21, 2024

ઝગડીયા ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો ન કરાતા ઝગડીયા આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચાર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

સરકારી ગ્રાન્ટો પર કુંડલી મારી ને બેસી જતા સરપંચ અને તલાટી બાબુઓ….

ઝગડીયા ગામ ના સૌચાલય તથા રોડ રસ્તા સહિત બસ સ્ટેન્ડ ની સાફ સફાઈ ના થવાના કારણે તથા અન્ય પ્રશ્નો બાબતે આજરોજ ઝગડીયા આમ આદમી પાર્ટી દ્વારા એક રેલી કરી ઝગડીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી ને સુત્રોચાર સહિત ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી…

ઝગડીયા આમ આદમી પાર્ટી દ્વારા નગર માં આટલા વરસો થી કેમ ઝગડીયા ગામમાં વિકાસ ના કામો નથી કરવામાં આવ્યા, રોડ રસ્તા નથી બનાવામાં આવ્યા, ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય છે,બાળકો માટે શિક્ષણ ની સંસ્થા ઓ સહિત બેન્ક તથા અન્ય જાહેર જગ્યા પર પણ સાફ સફાઈ નો અભાવ છે,કેટલાય વિસ્તારો માં ગટર ની સમસ્યા હજુ પણ ઉકેલાયી નથી ત્યારે ઝગડીયા ચોકડી પર નાના મોટા દુકાનદારો ને તથા બહારથી આવતા મહિલા સહિત અન્ય પ્રવાસી ઓ ને પણ બાથરૂમ જવા માટે પણ તખલીફ પડી રહી છે સ્વછતા ની મોટી મોટી વાતો કરતી સરકાર અને તેઓ ના અધિકારીઓ લાખો રૂપિયા ખર્ચો કરી પ્રજા માટે બનાવેલ જાહેર સુવિધા બંધ હાલત મોં હોઈ તેની જાળવણી પણ યોગ્ય રીતે તંત્ર દ્વારા થતું નથી સાફ સફાઈ માટે રાખવા માં આવેલ કર્મચારીઓ પણ સફાઈ સહીત ના કામો સરખું કામ નથી કરતા તેમજ કેટલાય કર્મચારીઓ નશો કરેલ હાલત માંજ હોઈ છે તેમ આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા આક્ષેપ લગાવ્યા હતા…

દરેક ગામો ની વાત કરવામાં આવે તો સરકાર લોકો ના માટે અને ગામો ના વિકાસ સહિત ની સુવિધાઓ માટે પંચાયત માં આવતી વિવિધ ગ્રાન્ટો નો પણ યોગ્ય રીતે ઉપયોગ ના થતા પ્રજાની સુખાકારી પર પણ બ્રસ્ટાચારીઓ કુંડલી મારી ને બેસીને વહીવટ કરતા પોતાની સત્તા નો પણ દુરુપયોગ કરતા જોવા મળે છે…ત્યારે હજારો નો કર ભરતા ગ્રામજનો ની સુવિધા આપવામાં ઝગડીયા પંચાયત પણ બિલકુલ જીરો એટલે શુન્ય છે તેમ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે…..

સ્થાનિક અને મોટા ભાજપ ના પીઢ નેતા ગણાતા અને મુખ્યમંત્રી સાથે ના ગાઢ સબંધ ધરાવતા તેવા રાજકરણી ઝગડીયા ના જ હોવા છતાં ઝગડીયા ટાઉન ના રોડ રસ્તા ની અત્યંત દઈનીય સ્થિતિ છે વર્ષો થી એની એજ પરિસ્થિતિ માં આજે પણ અહીંના ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ..

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા ચાર રસ્તા પાસેજ બનેલ જાહેર સૌચાલય પણ ખાલી શોભા ના ગાંઠિયા સમાન હોઈ તેમ ઘણા સમય થી બંધ હાલત માં હોવાથી તેને વહેલી તકે ચાલુ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવા માં આવી હતી…..

*#DNSNEWS*


Share to

You may have missed