November 21, 2024

કોરોના મહામારી માં પ્રજા ની અડીખમ સેવા આપનાર ઝગડીયા પ્રાથમિક આરોગ્ય કર્મીઓ ને ઝગડીયા ના સ્થાનિક નાગરિકો દ્વવારા ભેટ….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા/ દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

દેશ માં છેલ્લા ઘણા સમય થી કોરોના મહામારી ચાલી રહી છે ત્તયારે ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર કહેવાતા ડોક્ટર્સ, નર્સ આશાવર્કર બેહનો તેમજ અન્ય આરોગ્ય કર્મી સતત લોકો ની સેવા માં મશગુલ રહેતા હોઈ છે જેમાં તેઓ પોતાના જીવન માં સ્ટ્રેસ પણ અનુભવતા હોઈ છે જે માટે ને ઝગડીયા ના સ્થાનિક અગ્રણી ઓ દ્વવારા એક અનોખી રીતે તેઓ ને પ્રોત્સાહિત કરવા માટે તારીખ 29/08/2021 ના રોજ એક ટુર નું આયોજન કરવામાં આવ્યું હતું જેના થી તેઓ થોડા તનાવમુક્ત રહી શકે જેમાં કોરોના કાળ દરમિયાન ઝગડીયા તેમજ આજુબાજુ ના વિસ્તાર માં પોતાના જીવ ની પરવાહ ના કરતા લોકો ના જીવ બચાવાના પ્રયત્ન શીલ રેહલ ઝગડીયા પ્રાથમિક આરોગ્ય કર્મીઓ ના સમગ્ર સ્ટાફ ને પર્યટન સ્થળ એવા સાપુતારા ની એક દીવસીય ટુર નું આયોજન કરવામાં આવ્યું હતું..

આ ટુર મા ઝગડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મી, આશાવર્કર બેહનો સહીત કુલ 42 જેટલાં કોરોના વોરિયર્સ સામેલ હતા.., ઝગડીયા ગામના ના સ્થાનિક અગ્રણી ઓ વિનોદભાઈ વસાવા, પ્રફુલભાઈ કોન્ટ્રાકટર, કેમિઓર્ગેનિક, પાનોલી ઇન્ટરર્મિડીએટ, IG મોબાઇલ, દિનેશ મીઠાઈ, રૂપેશ પંચાલ, નીરવ કાપડિયા, ના સહયોગ થી આ ટ્રીપ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ જોકે આરોગ્ય કર્મી ઓ એક દીવસીય ટુર નું આયોજન કરનાર અગ્રણીઓ નો ખુબ આભાર માન્યો હતો… જોકે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર માટે પ્રોત્સાહિત કરવા જે આયોજન કરવામાં આવ્યું તેના થી ઝગડીયા ની જનતા એપણ આંનદ ની લાગણી વ્યક્ત કરી હતી

#DNSNEWS


Share to

You may have missed