DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચ જીલ્લામાં વિવિધ આઈ.ટી.આઈ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાઓ યોજાશે

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવારઃ- મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરૂચ જીલ્લામાં નોડલ આઈ.ટી.આઈ અંક્લેશ્વર ઉપરાંત આઈ.ટી.આઈ વાલીયા, ભરૂચ તથા વાગરા ખાતે તા.૦૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકથી એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામા આવેલ છે.
જેમાં ભરૂચ જીલ્લાની તમામ જી.આઈ.ડી.સી. દહેજ, વિલાયત, અંક્લેશ્વર, પાનોલી, ઝઘડીયા, વાલિયા, ભરૂચ ખાતેના કુલ ૯૫ જેટલા ઔધોગિક એકમોમાથી અંદાજીત ૧૦૫૦ જેટલી ધો. ૧૦ પાસ તથા આઈ.ટી.આઈના વિવિધ વ્ય્વસાય જેવા કે એ.ઓ.સી.પી, બોઈલર, ફિટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, ઈટીએન, કોપા, વેલ્ડર, ટર્નર, આર.એફ.એમ., આઈ.એમ, આઈ.એમ.સી.પી, એમ.એમ.સી.પી, મશીનીષ્ટ વગેરે ટ્રેડની એપ્રેન્ટીસની વેકેંન્સી ભરવામાં આવનાર છે. જેમાં નિયત લાયકાત ધરાવતા તમામ એપ્રેન્ટીસશીપ વાંચ્છુ ભાઈ-બહેનોએ પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ અસલ/નક્લ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝના બે ફોટા, આધારકાર્ડ તથા બાયોડેટા સાથે રૂબરૂમા ઉપસ્થિત રહી ભરતીમેળામાં ભાગ લેવા અનુરોધ કરવામા આવે છે એમ ઔ.તા.સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિકતતા કેન્દ્ર અંકલેશ્વર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to

You may have missed