0 0 0 0 0 0 0
ભરૂચઃ શુક્રવાર :- ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક જાહેરનામા ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૦૩/૧૦/૨૦૨૧ નાં ૮:૦૦ કલાક થી તા.૧૭/૧૦/૨૦૨૧ નાં રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યાએ ભેગા થવા કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્ટર કચેરી – ભરૂચની પ્રિમાઇસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીનાં સ્વરૂપે આવી આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓ, સ્મશાન યાત્રા-અંતિમયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યકિતને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી