DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોની શરૂઆત૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી નાયબ મુખ્ય દંડકશ્રીદુષ્યંતભાઈ પટેલે “સ્વચ્છતા જનજાગૃતિ રેલીને” પ્રસ્થાન કરાવ્યું૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

Share to


ભરૂચઃ શુક્રવારઃ- આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્ર્મોનું આયોજન હાથ ધરાયું છે ત્યારે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી સ્વચ્છતા જનજાગૃત્તિ રેલીનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી સહિત નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, ઉપપ્રમુખ નીનાબેન યાદવ, અધિક નિવાસી કલેક્ટરશ્રી જે.ડી.પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
નહેરૂં યુવા કેન્દ્ર ભરૂચ, નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ “સ્વચ્છતા જનજાગૃતિ રેલી” માં ભરૂચ શહેરની ૧૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ યુવક મંડળોએ ભાગ લીધો હતો. આ રેલી ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતેથી શરૂઆત કરી કલેક્ટર કચેરી, સિવિલ ક્મ્પાઉન્ડ, શક્તિનાથ થઈ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેનો સૂત્રોચ્ચાર કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
આ વેળાએ નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ ૭૫ વર્ષ નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવવા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે. ભરૂચની વિવિધ શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા જનજાગૃતિ રેલીમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય તે માટે જનજાગૃતિ અભિયાન ખુબ જ જરૂરી છે. તેમણે સ્વચ્છ ભરૂચ – સ્વચ્છ ભારત અભિયાનમાં જિલ્લાવાસીઓને જોડાવવા અપીલ કરી હતી.


Share to

You may have missed