DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

તા.૨ જી ઓક્ટોબરના રોજ પાન ઈન્ડિયા અવરનેસ અનેઆઉટરીચ કેમ્પેઈનનું પ્રક્ષેપણ

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મુખ્ય મથકે પ્રભાતફેરીનું આયોજન કરી મહાત્મા ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવારઃ- તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સવારના ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પાન ઈન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈન કે જે તા.૦૨-૧૦-૨૦૨૧ થી તા.૧૪-૧૧-૨૦૨૧ સુધી ચાલનાર છે તેનું પ્રેક્ષપણ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારતના માન. રાષ્ટ્રપતિશ્રી હાજરી આપનાર છે તથા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી તથા નાલ્સાના પેટ્રો-ઈન-ચીફ, ભારતના માન. લો અને જસ્ટીસના મીનીસ્ટરશ્રી, નાલ્સાના કાર્યકારી અધ્યક્ષ તથા સુપ્રિમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તથા અન્ય મહાનુભાવો પણ હાજર રહેનાર છે. આ વેબીનાર નિહાળવા તા.૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ૧૧:૦૦ કલાકે પોતાના મોબાઈલ ફોન કે લેપટોપ થકી કાર્યક્રમ નિહાળવા માટેની લીંક https://www.youtube.com/watch?v=UQR9IJZQVWY નો ઉપયોગ કરી જોડાવવાનું રહેશે. વિશેષમાં ૨ જી ઓક્ટોબરના દિવસે જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મુખ્ય મથકે પ્રભાતફેરીનું આયોજન કરી મહાત્મા ગાંધી જન્મ જયંતિની ઉજવણી પણ કરાશે એમ અધ્યક્ષશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જણાવાયું છે.
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –


Share to

You may have missed