October 22, 2024

લાખણી તાલુકાના ભાકડીયાલ થી જડીયાલી ને જોડતો મોતનો માર્ગ વાહનચાલકોને ભારે મુશ્કેલી …

Share to

બનાસકાંઠા…



લાખણી તાલુકાના ભાકડીયાલ થી જડીયાલી ગામને જોડતો પાકો માર્ગ ઘણાં સમયથી સમારકામ ન થતા મોતનો માર્ગ બની ગયો છે.
આ રસ્તાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી પહેલાં તંત્ર દ્રારા સિંગલ પટ્ટી બનાવવામાં આવી હતી ત્યાર બાદ આ માર્ગને કોઈ શ્રાપ લાગી ગયો હોય એવું લાગી રહ્યું છે.
સાત આઠ વર્ષ વિતી ગયા હોવા છતાં આજ દિવસ સુધી ના તો કોઈ સમારકામ થયું કે ના સિંગલ પટ્ટી માંથી રોડ પહોળો બન્યો,
આજે પણ આ રોડ પર મુસાફરી કરીએ તો બે ફૂટથી વધારે મોટા મોટા ખાડા જોવા મળેછે વળી ક્યાંય તો આખે આખો રોડ તૂટેલો નજરે પડે છે.
લાખણી તાલુકાની વિધાનસભાઓ ના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના છે અને સરકાર ભાજપ ની,જેના કારણે આ રોડ વિકાસથી વંચિત રહી ગયો હોય એવું લાગી રહ્યું છે જેનું પરિણામ આમ જનતા ભોગવી રહી છે પણ નબળી નેતાગીરીના કારણે દરરોજ અપ ડાઉન કરતા અધિકારીઓ , ખેડૂતો , વેપારીઓ અને વાહનચાલકોને રોજે રોજ મુશ્કેલી પડી રહી છે. આ સિંગલ પટ્ટી રોડ પર મોટા વાહનોની અવરજવર વધી જતાં રોડની હાલત ફેફોડી બની ગઈ છે. ત્યારે હવે ચોમાસા ની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદને કારણે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે જેથી ક્યાં રોડ તૂટેલો છે એનું અનુમાન લગાવી શકાતું નથી જેને કારણે ચોમાસામાં આ રોડ ઉપર મોતની મુસાફરી કહીએ તો નવાઈ નહીં…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed