October 21, 2024

GIDC, ઔદ્યોગિક એકમો તેમજ નોકરીવાંચ્છું ઉમેદવારો વચ્ચે ‘અનુબંધમ’ પોર્ટલનીસેતુરૂપ ભૂમિકા

Share to


———
કંપનીઓ અને યુવાનોને અનુબંધમ પોર્ટલ અને એપનો વધુમાં વધુ ઉપયોગ સહ રજિસ્ટ્રેશન કરવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર
——–
સુરતઃમંગળવારઃ- ઔદ્યોગિક એકમો, કંપનીઓ/સંસ્થાઓને જરૂરિયાત મુજબ કુશળ અને તાલીમબદ્ધ ઉમેદવાર મળે અને નોકરીવાંચ્છું ઉમેદવારો પોતાના જિલ્લામાં તેમજ પસંદગીના પદ પર નોકરી મેળવી શકે તે માટે “અનુબંધમ” પોર્ટલના પ્રચાર-પ્રસાર અને જાગૃત્તિ માટે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને તાજેતરમાં બેઠક યોજાઈ હતી. જેમાં સુરત જિલ્લાની કંપનીઓ, સંબંધિત તમામ કચેરીઓના પ્રતિનિધિશ્રીઓએ મનોમંથન કર્યું હતું. બેઠકમાં સુરત જિલ્લા રોજગાર કચેરીના અધિકારીએ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ આ પોર્ટલ અને એપનો કંપનીઓ અને યુવાનો વધુમાં વધુ ઉપયોગ કરે, રજિસ્ટ્રેશન કરે એવો અનુરોધ કર્યો હતો.


Share to

You may have missed