ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં કેમિકલ ઉદ્યોગોથી વધતાજતા વાયુ પ્રદુષણના કારણે ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ચિંતા વ્યક્ત કરતા પત્રકારો ને જણવ્યું હતું કે..
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા જીઆઇડીસી માં આવેલા કેમિકલ ઉધ્ધોગો દ્વારા રાત્રી દરમિયાન વાયુ પ્રદુષણ ફેલાવામા આછે છે તેમજ વરસાદનો લાભ લઈ વરસાદી કાસમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થઈ રહ્યું છે…
ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે ભરૂચ જિલ્લાના વાગરા, આમોદ, જંબુસર જેવા વિસ્તારોમાં ખેડુતોને દહેજ અને વિલાયત જીઆઇડીસીની કંપનીઓ દ્વારા છોડવામાં આવેલ ઝેરી ગેસના કારણે વાયુ પ્રદુષણથી જે નુકશાન થયું છે તેવુંજ નુક્શાન જો ઝઘડીયા તાલુકાના ખેડુતોને થાય તો જવાબદાર કોણ ?
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેમિકલ ઉદ્યોગો દ્વારા રાત્રિ દરમ્યાન મોટા પ્રમાણમાં વાયુ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યુ છે તેમજ કેટલીક બેજવાબદાર કંપનીઓ દ્વારા વરસાદનો લાભ લઈ વરસાદી કાસમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી છોડવામાં આવે છે જે સીધે સીધુ ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે, આવા ઉદ્યોગો સામે જવાબદાર તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તે જરૃરી બન્યું છે, ઝઘડિયા જીઆઇડીસીની આસપાસ આવેલા કેટલાક ગામોમાં આ વાયુ પ્રદુષણથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે તેમજ ખેડુતોના ખેતરોમાં પણ નુકશાન થાય છે જેથી વાયુ પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો પર સમગ્ર ભરૂચ જિલ્લામાં તેમજ ઝઘડીયા તાલુકામાં તંત્ર આવા ગેસ અને રંગબે રંગી નીકળતા પ્રદુષિત પાણી પર અંકુસ લગાવે તેવી માંગ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ કરી હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા ની મેગા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ માં મોટા મોટા ઉદ્યોગો આવેલ હોઈ જેમાં મોટા નામ ધરાવતી કંપની વરસાદ નો લાભ લઈ બે જવાબદારી પૂર્વક ઝેરી ગેસ સહીત કેમિકલ યુક્ત પાણી વરસાદી કાસ માં છોડી દેતા અનેકો વાર ખેડૂતો ના ખેતી,પશુઓ ને નુકસાની થઈ છે અને અસંખ્ય જળચર પ્રાણીઓ ના મોત પણ થયા છે ત્યારે બેરોકટોક પ્રદુષણ ફેલાવતી અને લોકો ના ખેતી અને જીવ સાથે ચેડા કરતી કંપની ઓ સામે તંત્ર યોગ્ય રીતે તપાસ કરી અને આવા ઉદ્યોગો ને વધુ પ્રદુષણ ફેલાવતા અટકાવે તે જરૂરી બન્યું છે..
પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો