November 22, 2024

હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે શખ્સો સામે ફરિયાદ

Share to




હળવદના એક વિસ્તારમાં રહેતી સગીરાને બે શખ્સો દ્વારા અવાર-નવાર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની  તેમજ ભોગ બનનારના  ફોટા  અને  વિડીયો ફરતો  કરવાની ધમકી  અપાતા ચકચાર ફેલાઇ હતી. આ ઉપરાંત સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપતા હળવદ પોલીસમાં બે શખ્સો સામે સગીરાએ ફરિયાદ કરી હતી.


મોરબી જિલ્લાના હળવદ શહેરની સગીરાને હળવદના ખારી વાડી વિસ્તારમાં રહેતો જયેશભાઈ ચંદુભાઇ કણઝરીયા અને ગોરી દરવાજા વિસ્તારમાં રહેતો મેહુલભાઈ સવજીભાઈ  હડિયલ તા. 1-12- 2020 થી 15-9-2021ના સાંજના 8 વાગ્યા સુધી હળવદથી બે કિલોમીટર દુર હરિદશૅન હોટલ પાછળ આવેલી સોસાયટીના મકાનમાં સગીરાને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ  તેમજ સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી અને ફોટા પાડી વીડિયો ફરતો કરવાની ધમકી આપતા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો.  આ બનાવમાં સગીરાએ હળવદ પોલીસ મથકમાં બે શખ્સો સામે દુષ્કર્મ મામલે ફરિયાદ કરી હતી જેમાં સગીરા પર બે શખ્સો મિત્રતા રાખીને અવારનવાર સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતા ભોગ બનનાર સગારીએ  હળવદ પોલીસ સ્ટેશનમાં જયેશભાઈ ચંદુભાઈ કણઝરીયા અને મેહુલભાઈ સવજીભાઈ હડિયલ સામે નોંધાવી હતી આથી આ બનાવની વધુ તપાસ પીઆઈ પી.એ. દેકાવાડીયા ચલાવી રહ્યા છે. આમ હળવદ પંથકમાં ધોરણ 11 માં ભણતી વિદ્યાર્થિનીને દુષ્કર્મ આચરતાનો બનાવ બનતા શહેરમાં ચકચાર મચી હતી.
 

પાર્થ વેલાણી


Share to