November 22, 2024

નેત્રંગ તાલુકાના કમરતોડ રસ્તાથી વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર,અંકલેશ્વર-બુરહાનપુર અનેે અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગની જજૅરીત હાલત,

Share to



* રસ્તાના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થયાની આશંકા,

તા.૨૫-૦૯-૨૦૨૧ નેત્રંગ

નેત્રંગ તાલુકાના કમરતોડ રસ્તાથી વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા અંકલેશ્વર,
ઝઘડીયા જેવા ઔધોગિક વિસ્તારને જોડતા રાષ્ટ્રીય-રાજ્ય ધોરીમાગૅનો વિકાસ કરાઇ રહ્યો છે.પરંતુ કમનસીબે આદિવાસી વિસ્તારમાંથી પસાર થતાં
અંકલેશ્વર-બુરહાનપુર અનેે અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાગૅનો વિકાસ કરવામાં કોઇને રસ નથી તેવું લાગી રહ્યું છે.જેમાં અંકલેશ્વરથી મહારાષ્ટ્ર રાજ્યના શાહદા,ધુલીયા અને નદુંરબાર જેવા મોટા શહેરોને જોડતો રોડ અંકલેશ્વરથી નેત્રંગ સુધી હાલની તારીખે રાજ્ય સરકાર હસ્તક હોવાથી તેને રાજ્ય ધોરીમાગૅ તરીકે ઓળખાવામાં આવે છે.જ્યારે નેત્રંગથી ડેડીયાપાડા,સાગબારા,ખાપર,અક્કલકુવા તળોદા,પ્રકાશા સહિત શાહદા સુધીના ૧૩૦ કિમીના રસ્તાનું નવીનીકરણ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કરવામાં આવ્યું છે તેવું જાણવા મળ્યું છે.જેમાં રસ્તાના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થઈ હોવાની આશંકાઓ જણાઇ રહી છે.અંકલેશ્વરથી નેત્રંગ,ડેડીયાપાડા,ખાપર,
અક્કલકુવા,તળોદા,પ્રકાશા સહિત શાહદા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ માગૅ તુટી જવા પામ્યો છે.ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં નિત્યક્રમ જીવલેણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.આજુબાજુ જંગલ વિસ્તાર હોવાથી રાત્રીના અંધકારના સમયે વાહનચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે.તેવી જ પરિસ્થિતિ અંબાજી-ઉમરગામ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગની જણાઇ રહી છે.

જેમાં મુખ્યત્વે નેત્રંગ ટાઉનને જોડતા રસ્તાનું નિમૉણકાયૅ ટુંક સમય પહેલા જ કરાયું હતું,અને વરસાદી પાણીના કારણે
રસ્તા ઉપર ઠેર-ઠેર એકથી બે ફુટ ઉંડા ખાડા પડતા ભારે ગોબાચારી થયાનું જણાઇ રહ્યું છે.ચોપડે બતાવી શકાય તે માટે જવાબદાર તંત્રએ પણ કામચલાઉ પુરાણ કરી દીધું છે.જીવના જોખમે પસાર થવાનું હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો હેરાનપરેશાન થતાં પામ્યા છે.પરંતુ પરિણામ શુન્ય રહેતા જનઆક્રોશ જોવા મળી રહ્યો છે.

* ફોટોમેટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to