November 21, 2024

બલદવા,પીંગોટ ડેમ ભરાયા,ધોલી ડેમ ઓવરફ્લોની તૈયારીમાંબલદવા ૨.૫ મીટર,પીંગોટ ૧.૮ મીટર ઓવરફ્લૉથી દુર

Share to


તા.૨૫-૦૯-૨૦૨૧ નેત્રંગ 


    નેત્રંગ તાલુકામાં સારા વરસાદના કારણે બલદલા,પીંગોટ ડેમ પાણીથી ભરાઇ ચુક્યા છે.જ્યારે પીંગોટ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો તૈયારીમાં જણાઈ રહ્યો છે.


  પ્રાપ્ત માહિત મુજબ આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદલા,પીંગોટ અને ધોલી ડેમ ભર ચોમાસાની સિઝનમાં ખાલીખમ રહેતા ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાય હતા.સામાન્ય વરસાદ કરતાં ઓછા વરસાદના કરાણે નદી-નાળા,તળાવ ચેકડેમ અને તમામ જળાશયોમાં પાણી સ્તર ભુગર્ભમાં ઉતરી જવાથી સોયાબીન,કપાસ અને શેરડી સહિતના તમામ પિયત પાક સુકાઇ જવાની ભીતી સેવાઈ રહી હતી.પીવાના શુધ્ધ પાણીથી લઇને સિંચાઈ માટે ધરતીપુત્રોને ભારૂ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો.વરસાદ નહીં થવાથી ખેડુતો શેરડીના પાકની રોપણી કરવાનું માંડી વાળ્યું હતું.પરંતુ છેલ્લા અઠવાડીયામાં નેત્રંગ સહિત આજુબાજુના વિસ્તારમાં મેઘરાજ મન મુકીને વરસતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.નવા વરસાદી નીરથી બલદલા ડેમના ઉપરવાસમાં ૭૭૭ એમએમ,પીંગોટ ડેમના ઉપરવાસ ૭૪૦ એમએમ અને ધોલી ડેમના ઉપરવાસમાં ૬૩૨ એમએમ વરસાદ થવાથી ત્રણેય ડેમના પાણીના સ્તરમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો.હાલ બલદવા ડેમ ઓવરફ્લોથી ૨.૫૪ મીટર,પીંગોટ ડેમ ઓવરફ્લોથી ૧.૮ મીટર દુર છે.જ્યારે ધોલી ડેમ પાણીથી છલોછલ ભરાતા ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેમ છે.


* બોક્સ  :- ત્રણેય ડેમની પાણીની સપાટી

          

                ઓવરફ્લોની સપાટી         હાલની સપાટી   


બલદવા        ૧૪૧.૫૦ મીટર              ૧૩૮.૯૬ મીટર 


પીંગોટ           ૧૩૯.૭૦ મીટર             ૧૩૭.૯૦ મીટર 


ધોલી             ૧૩૬.૦૦ મીટર             ૧૩૬.૦૦ મીટર 

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to

You may have missed