પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ઝઘડીયા તાલુકા ખાતે હાલ આવી રહેલી ગ્રામપંચાયતનાં સરપંચની ચૂંટણી નાં સમીકરણો ની જાહેરાત થતાં ની સાથે અલગ અલગ ગામે પોત પોતાની ઉમેદવારી માટે પોતાની પેનલ બનાવી કામે લાગ્યા છે ત્યારે ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ખાતે ઝઘડીયા તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ નાં અધ્યક્શતા હેઠળ સ્નેહ મિલન સમારોહ રાજપારડી ની શાહ પરિવાર ની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમાહરોમા ખુબ મોટી સંખ્યામાં રાજપારડી ગામના નવ યુવાનો હાજર રહ્યા હતાં. આ કાયઁક્રમ પ્રસંગે ઝઘડીયા તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, કારોબારી કાલાભાઈ, તેમજ APMC ચેરમેન દિપકભાઈ પટેલ, લાલાભાઈ, શરદભાઈ વસાવા, ઇમ્તિયાઝ અલી બાપુ, ભુપેન્દ્રસિંહ રાઠોડ, નિલેષભાઈ સોલંકી, માજી સરપંચ કાલીદાસ વસાવા, તથા ખુબ મોટી સંખ્યામાં રાજપારડી ગામના આગેવાનો નવ યુવાનો હાજર રહ્યા હતાં.
આ સ્નેહ મિલન સમારોહની શુભ શરૂઆત કેક કાપી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજપારડી ખાતે ગ્રામપંચાયત નાં સરપંચની ચૂંટણી અંગે રાજપારડી ની નવી “યુવા પ્રગતિ પેનલ રાજપારડી” નો ઝઘડીયા તાલુકાના ઉપ પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ દ્વારા સંખનાદ કરવામાં આવ્યું હતો..
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો