પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકા ના ખડોલી પાસે ભારે વાહન ની ટકકરે એક મોટરસાઇકલ ચાલક નું કમકમાટીભર્યું મૌત નિપજતા લોકો માં પ્રબળ રોષ જોવા મળી રહ્યો છે…
કાલ રાત્રી દરમિયાન મોટા સાંજા ગામ ના રહેવાસી અને રાજપારડી જીઇબી વિભાગ મા લાઈન મેન તરીકે ફરજ બજાવતા નટવરભાઈ વિઠ્ઠલભાઈ વસાવા ગઈ કાલે સાંજે પોતાની ફરજ ઉપર થી પરત ફરતા પોતે ટિફિન ભૂલી ગયા છે તેમ યાદ આવતા તેઓ અને તેમના સહકર્મી સંજયભાઈ સુરસંગભાઈ વસાવા સીમોદરા ગામે થી પરત ફરી રહયા હતા.
ત્યારે ખડોલી ગામ ના પાટિયા નજીક પાછળ થી અત્યંત પુર ઝડપે આવી રહેલાં કન્ટેનર નમ્બર DN-09-R-9104 ના વાહનચલકે આગળ બાઈક સવાર નટવરભાઈ ને ટક્કર મારતા ચાલક પોતાની મો.સા સહિત રોડ ઉપર પટકાયા હતા. અને તેમને માથા અને પગ ના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, આ તમામ ઘટના તેમની પાછળ આવી રહેલા સહકર્મી સંજય ભાઈ એ નિહાળતા રોકાઈ ને નટવરભાઈ ને તપાસતા તેમને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણતા 108 પાસે ફોન દ્વારા મદદ માંગી હતી. એમ્બ્યુલન્સ આવી પરંતુ ઇજા પામેલ નટવરભાઈ મરણ પામી ચુક્યા હતા. આ દરમિયાન વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. આમ રોડ અકસ્માત મા એક આશાસ્પદ યુવાન નું મૌત નિપજતા સમગ્ર પંથક માં ગમગીની ફેલાઈ જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકા માંથી પસાર થતા હાઇવે ની ખસ્તા હાલત ને કારણે નાના મોટા વાહન ચાલકો રોજેબરોજ યાતના ભોગવી રહ્યા છે, અંકલેશ્વર અને ભરૂચ તરફ નોકરી માટે અપડાઉન કરતાં નોકરિયાતો ના માથે રોજબરોજ જીવનું જોખમ છેલ્લા 2-3 વર્ષ થી તોળાઈ રહ્યું છે…
લોકોના કેહવા મુજબ ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવા પણ રાજપીપળા થી ભરૂચ જવા માટે નેત્રંગ થી વાલિયા થઈ જતા હોવાનું સૂત્રો જણાઈ રહયા છે ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે લોકો ની આ રોજ પડતી યાતના નો અંત ક્યારે આવશે?? અને શું લોકો આવી જ રીતે કમોતે મરતા રહેશે??
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો