પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંધારકાછલા ગામ નજીક એક ટ્રક પલટી મારતા ટ્રક ચાલક ટ્રક નીચે દબાઇ ગયો હતો. આ ઘટનામાં ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ જંબુસર તાલુકાના દેવકુઇ ગામનો ગામનો રહીશ પ્રભાતભાઇ સોમાભાઇ ઠાકોર નામનો ઝઘડિયા તાલુકાના અંધારકાછલા તા.ઝઘડિયા ખાતે રહેતો હતો.નજીક ટ્રક પલ્ટી મારતા નીચે દબાયેલા ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત પ્રભાતભાઇ ઝઘડિયા સ્થિત એક ટ્રાન્સપોર્ટમાં હાઇવા ટ્રકના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પ્રભાતભાઇ ગતરોજ તા.૬ ના રોજ સવારના છ વાગ્યે ઝઘડિયા ખાતે નોકરીએ ગયો હતો.ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેણે પત્નીને ફોન કરીને જણાવેલ કે તે ઝઘડિયાથી ટ્રક લઇને ઘરે આવે છે.
ત્યારબાદ તેની ટ્રક ઝઘડિયાથી અંધારકાછલા જવાના માર્ગ નજીક પલટી મારી જતા પ્રભાતભાઇ નીચે દબાઇ ગયો હતો. આ ઘટનામાં પ્રભાત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે જખ્મી થયેલ પ્રભાતનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું.ઘટના સંદર્ભે મૃતક પ્રભાતભાઇની પત્ની જશોદાબેન ઠાકોરે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
More Stories
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી
જૂનાગઢના ભેંસાણ પોલીસ મથકમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવાની ફરિયાદ નોંધાતા યુવતી સહિત યુવક ઝડપાયો