DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઈન્ડીયા-તાઇવાન પ્રેસિડેન્ટ ફોરમ-૨૦૨૫માં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી.ની સહભાગિતા

Share to


ભારત અને તાઇવાન દેશનાં ઉચ્ચઅભ્યાસ ઈચ્છુક યુવાનો માટે જ્ઞાનની ક્ષીતીજો વિસ્તરી- સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને ટકાઉપણું અને આરોગ્ય વિજ્ઞાન ક્ષેત્રે ઉજળી તકો- ડો. અતુલ બાપોદરા
જૂનાગઢ તા.૨૮, તાજેરતમાં નવિ દિલ્હી ખાતે એશોસીયેશન ઓફ ઈન્ડીયાન યુનિવર્સીટીઝ દ્વારા ઈન્ડીયા તાઇવાન પ્રેસીડેન્ટ ફોરમ-૨૦૨૫ દ્વારા યોજાયેલ મીટમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સહભાગીતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલ એચ. બાપોદરા અને લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં અધ્યક્ષ પ્રો.(ડો.) સુહાસ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારત-તાઇવાન પ્રેસીડેન્ટ ફોરમ-૨૦૨૫ માં ભારતીય યુનિવર્સિટીઓનું સંગઠન (AIU) નવી દિલ્હીનાં “સહયોગથી ભારતીય અને તાઇવાનની યુનિવર્સિટીઓ વચ્ચે સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને ટકાઉપણું અને મેડીકલ સાયન્સ ક્ષેત્રે નવી સીમાઓ “વિષયે ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી, નવી દિલ્હી યોજાયેલ બેઠકમાં તાઇવાન દેશની ૧૫ ઉપરાંત યુનિવર્સીટીનાં પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફોરમમાં ભારતભરમાંથી વિવિધ યુનિ.નાં કુલપતિશ્રીઓ અને વિભાગીય વિષયનાં વડા ખાસ ઉપસ્થિત રહી બન્ને દેશનાં વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનસેતુનું સંધાન થાય અને વિજ્ઞાન અને ટેક્નલોજી ક્ષેત્રે ભારત અને તાઇવાન દેશનાં વિદ્યાર્થીઓ પરસ્પર એકબીજા દેશમાં યુનિ.નાં માધ્યમે અભ્યાસાર્થે સંધાન કરે તે દિશમાં વિચારવિમર્સ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ ડો. બાપોદરાએ ઉપસ્થિત રહી જૂનાગઢ જિલ્લાનાં વિદ્યાર્થીઓને તાઇવાન જેવા દેશમાં ઉચ્ચઅભ્યાસ માટે મળતી તકો અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે ભારત અને તાઇવાન દેશનાં ઉચ્ચાભ્યાસ ઈચ્છુક યુવાનો માટે જ્ઞાનની ક્ષીતિજો વિસ્તરી છે. સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને ટકાઉપણું અને આરોગ્ય વિજ્ઞાન ક્ષેત્રે ઉજળી તકોનાં સંજોગો હવે  એશોસીયેશન ઓફ ઈન્ડીયાન યુનિવર્સીટીઝનાં માધ્યમે ઉજળા બન્યા છે. જેનાથી હવે ગિરનારની ભુમિનાં સંશોધનોમાં તાઇવાનનાં વિદ્યાર્થીઓ રસરૂચિ કેળવવા ત્તત્પર બનશે,તેવી રીતે આ યુનિ.નાં વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે તાઇવાન જવા સહયોગની નવી સીમાઓનું નિર્માણ થશે.
       આ તકે એશોસીયેશન ઓફ ઈન્ડીયાન યુનિવર્સીટીઝનાં અધ્યક્ષ ડો. વિનાયક પાઠક અને જનરલ સેક્રેટરી સુશ્રી ડો.પંકજ મીતલ ઉપસ્થિત રહ્યા હતા.
                                              
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed