

સ્વતંત્રતા સંગ્રામોની ઘટનાઓ, સંઘર્ષોનું માર્ગદર્શન દેશની યુવાપેઢી અને ભાવિપેઢી માટે ઉપયોગી છે, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ, અને જૂનાગઢનાં સંતોનાં સ્વાતંત્ર ક્ષેત્રે પ્રેરણાસભર યોગદાન– ડો. જય ત્રિવેદી, સિન્ડીકેટ મેમ્બર
જૂનાગઢ તા.૨૮, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગ, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, ગુજરાત સાહિત્ય અકાદમી અને સ્વામિનારાયણ જ્ઞાન ગુરુકુળ જ્ઞાનબાગના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી સંદર્ભે એક દિવસીય રાજયકક્ષાનો પરિસંવાદ યોજાયો હતો. જૂનાગઢ મ્યુનિ. કમિશ્નર ઓમ પ્રકાશ, જ્ઞાનબાગ ગુરૂકુળનાં સંતો, અને ઉપસ્થિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્યથી પરિસંવાદનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમનાં પ્રારંભે આમંત્રીત અતિથીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં યુનિ.નાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને સરદાર પટેલ, જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંતોનું પ્રદાન,સાહિત્યમાં જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ-આરઝી હકૂમત, આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય સેનાની, જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનું યોગદાન, જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્રના રાજવીઓનું યોગદાન, સાહિત્યમા આરઝી હકૂમત વિષયે વિષયે પોતાના શોધપત્ર રજૂ કર્યા હતા, જેમને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમનાં અધ્યક્ષ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના મહાસચિવ હેમંગધિંગ મજમુદારે “સાહિત્ય અને ઈતિહાસમાં જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ”વિષય પર વાત કરતા જણાવ્યુ હતુ કે ભારતનો અતીત, વર્તમાન અને ભવિષ્ય એ ભારતના સ્વતંત્રતા આંદોલનો સાથે સંકળાયેલાં છે. એ અર્થમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ ઘણો ઉપયોગી છે. દેશના દરેક રાજ્યમાં અને દરેક ભાષામાં સ્વતંત્રતા આંદોલનો વિશેનું સંશોધન અને લેખન થયું છે. ગુજરાતમાં પણ સ્વતંત્રતા સંગ્રામો વિશેનું સંશોધન અને ઇતિહાસલેખન થયું છે. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે સમગ્ર દેશ ગુલામીની જંજીરો કાયમી ધોરણે તોડીને આઝાદ થયો હતો. પરંતુ ભારતની આઝાદીની ખુશીની આ ઘડીમાં જૂનાગઢના નવાબે જૂનાગઢ સાથે માણાવદર, માંગરોળ, અને અન્ય પ્રાંતોનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યાની વાતથી જૂનાગઢ પંથકમાં શોક છવાયો હતો. જૂનાગઢને ફરી ભારત સાથે જોડવા શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીની આગેવાનીમાં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ અને સંતગણનાં સહયોગથી જૂનાગઢ મુક્તિ આંદોલનની શરૂઆત થઈ જેના પરિપાક રૂપે ૯ મી નવેમ્બર જૂનાગઢનો મુક્તિ દિવસ ઉજવાય છે.
આ પ્રસંગે કાર્યક્રમનાં ઉદઘાટક અને જૂનાગઢનાં મ્યુનિ. કમિશ્નર ડો. ઓમ પ્રકાશે જૂનાગઢ જિલ્લાની પ્રાચિન ઓળખ અને ઉપલબ્ધ આર્યક્યોલોજીકલ મોન્યુમેન્ટની વાત કરી આવનાર સમયમાં જૂનાગઢ હેરીટેઝ નગર તરીકે ઓળખ મેળવે અને જૂનાગઢને નયનરમ્ય બનાવવા અને શહેરને સ્વચ્છ અને સુધડ બનાવવા નગરજનોને અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સરકાર નિયુક્ત એક્ઝ્યુક્યુટીવ કાઉન્સીલ મેમ્બર ડો. જય ત્રિવેદીએ પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે સ્વતંત્રતા આંદોલનોમાંથી પરિવર્તન પામતા સમાજનું માર્ગદર્શન મળી શકે છે. દેશના વર્તમાન અને ભવિષ્યને ખૂબ વિકાસના સ્વરૂપે જોવા માટેનો પ્રકાશ સ્વતંત્રતા આંદોલનોના ઇતિહાસમાંથી મળે છે. સ્વતંત્રતા સંગ્રામોની ઘટનાઓ, નેતાઓ અને તેમના સંઘર્ષોનું માર્ગદર્શન દેશની યુવાપેઢી માટે તો જરૂરી છે પરંતુ ભાવિપેઢી માટે પણ ઉપયોગી છે, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ, અને જૂનાગઢનાં સંતોનાં સ્વાતંત્ર ક્ષેત્રે યોગદાનની વાતશ્રી ત્રિવેદીએ કરી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે પ્રો.(ડો) વિશાલ જોષીએ પરિસંવાદમાં ઉપસ્થિત સૈાને આવકારી કાર્યક્રમની વિભાવના પ્રસ્તુત કરતા જણાવ્યુ હતુ કે ઇતિહાસ અને ઇતિહાસલેખન એ બંને વચ્ચે ભેદ છે. ઇતિહાસમાં ભૂતકાળનું અધ્યયન છે. ઇતિહાસલેખનમાં ભૂતકાળની વ્યાખ્યાનું અધ્યયન છે. સ્વતંત્રતા આંદોલનોની ઘટનાઓને જુદા જુદા દૃષ્ટિકોણથી અર્થઘટનવિવેચન, તે ઇતિહાસલેખનનું અધ્યયન છે. આ દૃષ્ટિએ સ્વતંત્રતા આંદોલનોના ગહન અભ્યાસને માટે ઇતિહાસ અને ઇતિહાસકારના ઇતિહાસલેખનનું યોગ્ય જ્ઞાન જરૂરી છે. ઇતિહાસલેખનમાં જુદા જુદા પારાઓ(મણકાઓ)ને એકસૂત્રમાં ગૂંથવા પડે છે.
પરિસંવાદને દુરવાણીથી શુભકામનાં પાઠવતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ જણાવ્યુ હતુ કે આપણા દેશની એકતાને સાચવી રાખવા માટે સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ ઘણો ઉપયોગી છે. સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ એક મહા સંઘર્ષ યાત્રા જેવો છે. દેશના લોકોને પ્રગતિ માટેના સંઘર્ષનો પરિચય તેમાંથી મળે છે.જ્ઞાનબાગ ગુરૂકુળનાં સ્વામીશ્રી પ્રિતમ સ્વામીએ પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસ અને ઇતિહાસલેખન આપણા દેશના વર્તમાન અને ભવિષ્ય માટે જરૂરી છે. જેમ કે આઝાદીની લડતો સમયની સામાજિક જાગૃતિ, તેના વિસ્તારની સમજણ આ ઇતિહાસમાંથી મળે છે. દેશમાં વિદેશીઓએ કેવી રીતે યુક્તિઓ દ્વારા દેશના લોકોને ગુલામ રાખી શાસન કર્યું. વર્તમાન સમયમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોની જાગૃતિ ખૂબ જરૂરી છે. તે આ આંદોલનોના અભ્યાસ થકી મળે છે,
અખિલ ભારતીય સંકલન સમિતિના હસમુખ જોશી, ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડો.રાજેશ ચૌહાણે જૂનાગઢના ઇતિહાસની પુનઃ લેખનને આવશ્યકતા પર ભાર મૂક્યો હતો, હરિ નારાયણ સ્વામી ઇતિહાસના અભ્યાસને વધારેમાં વધારે વેગ મળે અને પેઢી દર પેઢી પહોંચતા કરી શકાય અને ધર્મ ધરતીની સેવા કરવા પર ભાર મૂક્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા ડો. પારૂલ ભંડેરી, ડો.લલિત પરમાર,દર્શિત ગુજરાતી સહિત કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો.આશિષ કાચાએ અને આાભાર દર્શન ડો. રાજેશ ચૈાહાણે કર્યુ હતુ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો