DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર કરાડ ગામે રહેતા મહેશભાઇ કેશુરભાઇ વસાવાના કરાડ ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૧૫૬ વાળા ખેતરમાં શેરડીનું વાવેતર કરેલું છે. હાલમાં શેરડીની કાપણીની મોસમ ચાલતી હોઇ મહેશભાઇના ખેતરમાં પણ શેરડી કાપવા મજુરો આવતા શેરડી કાપવા માટે અંદરનું ઘાસ સળગાવેલ હતું.ત્યારબાદ શેરડીનું કટિંગ કરાતા ખેતરમાં સળગેલ હાલતમાં એક માનવ કંકાલ નજરે પડ્યું હતું.

આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને માનવ કંકાલનો કબ્જો લીધો હતો. પોલીસે આ સંદર્ભે જાણવાજોગ ફરિયાદના આધારે નોંધ કરી કાયદેસર તપાસ હાથ ધરી હતી. આ માનવ કંકાલ કોનું છે કેવા સંજોગોમાં અને ક્યારે આ અજાણી વ્યક્તિનું મોત થયું હશે તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે,જોકે પોલીસ તપાસ બાદ જ આ માનવ કંકાલના રહસ્ય પરથી પરદો ઉંચકાશે તેમ હાલતો જણાઇ રહ્યું છે.


Share to

You may have missed