DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝગડીયા તાલુકામાં બેફામ ડ્રાઇવીંગ કરનાર ચેતીને રહેવા ઝગડીયા પોલીસ ની ચેતવણી

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ગતરોજ વાયરલ વિડીયોના આધારે તપાસ કરી ટ્રક ચાલકના વિરૂધ્ધમાં ગુન્હાહીત મનુષ્ય વધ કરવાની કોશિષનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી ઝઘડીયા પોલીસ…

ગતરોજ તા.૦૬/૦૩/૨૦૨૫ ના રોજ સોશીયલ મીડીયામાં એક વિડીયો વાયરલ થતા આ વિડીયો મામલતદાર કચેરી નજીક નદીના પુલ નજીક રાજપારડી થી ઝઘડીયા તરફના ટ્રેક ઉપર એક પીળા કલરની ટ્રક રાજપારડી તરફ થી ઝઘડીયા તરફ આવતી હોઈ અને ત્યાર બાદ ટ્રક ના ચાલકે અચાનક ટ્રક રીવર્સ કરતા ડીવાયડર ઉપરથી સામેના ટ્રેક ઉપર જઇ રોડની સાઇડમાં ઇલેક્ટ્રીક લાઇટના થાંભલા સાથે અથડાઇ ટ્રક રોડની સાઇડમાં આવેલ ખાડામાં પલ્ટી ખવડાવી દીધેલ.જે બનાવ અંનુસંધાને ઝઘડીયા પોલીસે સ્થળ ઉપર જઇ ખાત્રી કરતા ટ્રક નં GJ 13 AT 9191 ના ચાલકે ઇરાદા પુર્વક પોતાના કબ્જાની ટ્રક રીવર્સ કરી પોતે જાણતો હતો કે અચાનક ટ્રક રીવર્સ કરતા ટ્રક ની પાછળ કોઇ રાહદારી, મોટર સાયકલ ચાલક અથવા બીજા અન્ય વાહનો આવી જાય અને તેની સાથે અકસ્માત થાય તો તેનું મૃત્યુ નીપજી શકે તેમ હોય તેમ છતા ટ્રક નં GJ 13 AT 9191 ના ચાલકે ટ્રક અચાનક ટ્રક રીવર્સ કરી કોઈ નું અકસ્માતમાં મુત્યુ નીપજી શકે તેવા સંજોગો ઉભા કરેલ જેથી ટ્રક નં GJ 13 AT 9191 ના ચાલક વિરૂધ્ધ ઝગડીયા પોલીસ દ્વારા ગુનાહીત મનુષ્ય વધની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો…

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં મોટા પાયે ખનીજ સંપત્તિ આવેલ હોઈ જેને લઈ વહન કરતા હાયવા ટ્રકના કારણે અનેક વાર ગંભીર પ્રકારના અકસ્માત થતા હોઈ છે જેમાં અનેક લોકોના જીવ પણ ગયા છે ગતરોજ એકહાયવા ચાલક ને ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ હોંઈ જે બાબતે ખાણ ખનીજ વિભાગ ના કર્મચારીઓ ઝગડીયા મામલતદાર કચેરી નજીક ધોરીમાર્ગ ઉપર ચેકીંગ માટે ઉભા હોઈ જેને જોતા રેતી ભરી ને જતા હાયવા ટ્રક ચાલકે પોતાનું વાહન થોભાવી દય ને રિવર્સ લેવાના પ્રયાસમાં મામાલતદાર કચેરી નજીક આવેલ ઊંડા ખાડા માં ખાબકી હતી જેનો વિડિઓ સોશ્યિલ મીડિયા માં વાયરલ થયો હતો.જે ઘટના બાદ આવા અકસ્માતો અટકે તથા આમાં કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ ન જાય તે બાબતે ઝગડીયા પોલીસ દ્વારા આવા વાહનો ઉપર લાલ આંખ કરી છે…


Share to

You may have missed