DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ માં ધાડ તથા મારામારીના ગુન્હામા નાસતા-ફરતા તથા  ઇતીહાસ ધરાવનાર આરોપી નાજીમ હબીબભાઇ સોઢાને વંથલી તાલુકાના રવની ગામ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલી અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લાના અલગ-અલગ પોલી સ્ટેશનના ગંભીર ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ ના માર્ગદર્શન હેઠળ કાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ પોલીસ ઇન્સ.શ્રી જે.જે. પટેલ તથા પો.હેડ કોન્સ સાહીલ સમા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા તથા દિવ્યેશકુમાર ડાભી નાઓને સંયુક્તમાં ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, મેંદરડા પો.સ્ટે. માં ગુન્હાનો આરોપી નાજીમ હબીબભાઇ સોઢા ગામેતી, રહે. સાંગોદ્રા વાળો વંથલી તાલુકાના રવની ગામની સીમમાં ખાણ વાળા રસ્તે આવેલ મરણજનાર સલીમ હબીબભાઇ સાંધ રહે. રવની વાળાના ખેતરમાં આવેલ રહેણાંક મકાને છુપાયેલ છે. તેવી ચોક્કસ હકિકત મળતા તુરત જ હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા આજરોજ તા.૧૨/૧૨/૨૦૨૪ ના રોજ હસ્તગત કરી મેંદરડા પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપવામાં આવેલ.

– હસ્તગત કરેલ આરોપી
નાજીમ સ/ઓ હબીબભાઇ ઇબ્રાહીમભાઇ સોઢા ઉવ. ડ્રાઇવીંગ . સાંગોદ્રા ગામ, મસ્જીદની બાજુમાં તા. તાલાળા જી. ગીર સોમનાથ

આ કામગીરીમાં કાઇમ બ્રાન્ય, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.જે.પટેલ તથા પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, સાહીલ સમા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા તથા દિવ્યેશકુમાર ડાભી તથા ડ્રા.પો.કોન્સ. જગદીશભાઈ ભાટુ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to