DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

રોડ નથી કે એમ્બ્યુલન્સ આવી શકે, ઝોળી બનાવી સગર્ભાને લઈ ગયા તો રસ્તા માજ ડિલિવરી થઈ ગઈ ગુજરાત સરકારના “પ્લાસ્ટિકીયા વિકાસ” ની પોલ ખોલતી વધુ એક ઘટના નર્મદા જિલ્લામાં ઉજાગર થઈ

Share to

ઈકરામ મલેક, દ્વારા (રાજપીપળા)

પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ના ગરુદેસ્વર તાલુકાના ચાપટ ગામે ગઈકાલે 11.12.2024ના એક 19 વર્ષીય પાયલ બેન નામ ની સગર્ભા મહિલાને રાત્રીના સમયે પ્રસવ પીડા ઉપડતા તેને આરોગ્ય કેન્દ્ર સુધી લઈ જવા માટે પરિવારજનો અને ગ્રામજનો એ ભેગા મળી લાકડાં ના બે દંડા ઉપર ચાદર બાંધી અને જંગલના રસ્તે નીકળ્યા હતા, પરંતુ નજીક ના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચે એ પહેલાં જ પ્રસુતાએ આખરી ક્ષણો મા બાળક ને જન્મ આપી દીધો હતો.

વરવી વાસ્તવિકતા એવી હતી કે તેમના ગામ થી આરોગ્ય કેન્દ્ર સુધી જતો રસ્તો કાચો અને દુર્ગમ હોઈ ને એમ્બ્યુલન્સ ત્યાં સુધી આવી શકે તેમ નહોતી, માટે આ પ્રકારની મેડિકલ ઇમરજન્સી ની સ્થિતિ મા પરિવારજનો દ્વારા ઝોળી બનાવી લઈ જવા મજબુર બન્યા હતા, ત્યારે રસ્તામાં આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે ગુજરાત સરકારના વિકાસ ના દાવાઓના ધજાગરા ઉડાવતી આ ઘટના ના બીજાજ દિવસે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર નર્મદા જિલ્લાના પ્રવાસે હતા.

ત્યારે આ ઘટના માધ્યમો મા ઉછળતા સરકાર અને તંત્ર માટે ક્ષોભજનક સ્થિતિ નું નિર્માણ થયું હતું, ત્યારે “ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવા ” નીકળેલા નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ ના વડા દ્વારા આ ઘટના બાબતે એક પત્ર વાયરલ કરી પોતાની ધૂળ ધાની થયેલી આબરૂ ને બચાવવા નો નિરર્થક પ્રયાસ કર્યો હતો. અને જાણે એ ઘટના માટે સગર્ભા પોતે કે તેમનો પરિવાર જ આ ઘટના માટે દોષી ઠેરવતા હોય એ રીતે એ પત્ર મા ઉલ્લેખ કરાયો હતો.

બોક્ષ
આ ઘટનામાં ધ્યાન ખેંચે એવી વાત એ છે કે ત્રણ હજાર કરોડ ના ખર્ચે નિર્માણ પામેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમા થી 20 કિમિ ના અંતરે આ ગામ આવેલુ છે, જ્યાં રોડ ના હોવાને કારણે એક સગર્ભા એ ખુલ્લામાં પોતાના બાળક ને જન્મ આપવા મજબુર બનવું પડ્યું, બીજી તરફ પ્રવાસીઓ માટે SOU ખાતે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉભી કરાઈ છે.


Share to

You may have missed