માણાવદર રેલ્વે સ્ટેશન સામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા કુલ-૮ મહીલા- પુરુષને રોકડ રૂ.૧,૧૨,૪૦૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૪,૨૩,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/ જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં રહી પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ય, જૂનાગઢના પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. પુંજાભાઇ ભારાઇ તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી નાઓને સંયુકતમાં અગાઉથી ચોકકસ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મુકેશ લાધાભાઇ કાથરોટીયા રહે. માણાવદર વાળો માણાવદર, જુના રેલ્વે સ્ટેશનની સામે, ખખાવી રોડ પર આવેલ ભાવનાબેન હરેશભાઇ મકવાણાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના પૈસા વડે તીન પતી રોન નામનો જુગાર રમી રમાડી નાલના રૂપિયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય. જે હકિકત મળતા આજરોજ પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા-૮ મહીલા-પુરુષને રોકડા રૂ.૧,૧૨,૪૦૦/- તથા મો.ફોન-૮ કિ.રૂ.૧,૦૧,૦૦૦/- તથા મો.સા.-૫ કિ.રૂ.૨.૧૦,૦૦૦/- તથા ગંજી પતા નંગ પર કિ.રૂ.૦૦/- તથા પાથરણું કિ.રુ.૦૦/- તથા ટોકન નંગ-૮૬ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૪.૨૩,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવતાં તમામ ઇસમો વિરૂધ્ધ માણાવદર પો.સ્ટે.માં તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
આરોપીઓઃ(૧) ભાવનાબેન વા/ઓ હરેશભાઇ કરશનભાઇ મકવાણા, . માણાવદર, જુના રેલ્વે સ્ટેશનની સામે, ખખાવી રોડ, રીલેક્ષ પાર્ટી પ્લોટની સામે.
(૨) મુકેશભાઈ લાધાભાઈ કાથરોટીયા, . માણાવદર, બસ સ્ટેશનની બાજુમાં, અજય રેસીડેન્સી બ્લોક નં.૨૦૪.
(૩) કેશવભાઇ અરજણભાઇ ઓડેદરા, મીતી ગામ, તા.માંગરોળ, જી.જુનાગઢ
(૪) દિપકભાઈ નાથાભાઈ પરમાર, નાનડીયા ગામ તા.માણાવદર જી.જુનાગઢ
૫) પ્રવિણભાઇ નારણભાઇ નંદાણીયા, .કોડવાવ તા.માણાવદર જી.જુનાગઢ
5) ભનુભાઇ દેવાભાઇ તરખાલા, તરખાઇ ગામ તા.કુતીયાણા જી.પોરબંદર
(૭) હરદાસભાઇ એભાભાઈ બારૈયા, .મોડદર ગામ કુતીયાણા જી.પોરબંદર
(૮) દેવાભાઇ લીલાભાઇ ઓડેદરા, , માણાવદર બાવાવડી તકવાણી મહેલની બાજુમાં તા.માણાવદર જી.જુનાગઢ
> કબ્જે કરવામાં મુદામાલઃ-રોકડા રૂ.૧,૧૨,૪૦૦/-મો.ફોન-૮ કિં.રુ.૧,૦૧,૦૦૦/-મો.સા.-૫ કિ.રૂ.૨,૧૦,૦૦૦/-ગંજી પતા નંગ-પર કિ.રૂ.૦૦/-પાથરણું કિ.રુ.૦૦/-ટોકન નંગ-૮૬ કિ.રૂ.૦૦/00 મળી કુલ કિ.રૂ.૪,૨૩,૪૦૦/-
આ કામગીરીમાં કાઇમ બ્રાન્યના પોલીસ ઇન્સ શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા એએસઆઇ. પુંજાભાઈ ભારા, સામતભાઇ બારીયા તથા પોહેડ કોન્સ આઝાદસિંહ સીસોદીયા. ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ ચેતનસિંહ સોલંકી તથા ડ્રા.પો.કોન્સ જયેશભાઇ બામણીયા એ રીતેના કાઇમ બ્રાન્ચના પોલીસ સ્થકએ સાથે રહી કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી