DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી ખાતે છોટાઉદેપુર સેન્ડ /સ્ટોક એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી કપીલ ભાઈ પીઠીયા ના અધ્યક્ષ સ્થાને તથા એસોસિએશનના સભ્યોની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના લીઝ ધારકોની મીટીંગ નું આયોજન

Share to



આજરોજ બોડેલી ખાતે છોટાઉદેપુર સેન્ડ /સ્ટોક એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી કપીલ ભાઈ પીઠીયા ના અધ્યક્ષ સ્થાને તથા એસોસિએશનના સભ્યોની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના લીઝ ધારકોની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાના લીઝધારકો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં જીએસટી તથા તેને અંતર્ગત RCM ટેક્સ બાબતની વિસ્તૃત ચર્ચા માટે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ જીએસટી ના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લો ગુજરાત રાજ્યમાં ખનીજમાં આવકની દ્રષ્ટિએ કચ્છ જિલ્લા બાદ બીજો નંબર ધરાવતો જિલ્લો છે .જેમાં રોયલ્ટી સિવાય જીએસટીની પણ સરકારને ખૂબ મોટી આવક પ્રાપ્ત થાય છે.આ મિટિંગમાં સ્ટેટ ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોજેક્શન મેપિંગ દ્વારા જીએસટી તથા RCM બાબતના કાયદાની વિસ્તૃત ચર્ચા તથા કાયદાની સમજ આપવામાં આવી હતી આ બાબતે લીઝધારકો એ જીએસટી વિભાગ ને લગતા પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તથા છોટાઉદેપુર જિલ્લા ખાતે જીએસટી ની ઓફિસ/યુનિટ શરૂ કરવામાં આવે જેથી જિલ્લા ના લોકોને નાના-મોટા પ્રશ્નોની રજૂઆત અથવા કાયદાકીય પ્રક્રિયા માટે વડોદરા સુધી ધક્કો ના ખાવો પડે આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી.
મીટીંગ ના અંતે તમામ લીઝધારક શ્રી ઓ દ્વારા જીએસટી વિભાગમાંથી પધારેલ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા સૌ એ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું..

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed