DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ મયારામ આશ્રમ પાસે થયેલ ઘરફોડચોરી ના આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી એ.ડીવીઝન પોલીસ

Share to

.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી. નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી,લુંટ, ઘરફોડ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ જેથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નીકીતા સીરોયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે.ના વિસ્તારમા બનતા મિલ્કત સંબંધી તથા ચોરી જેવા ગુન્હાઓ ડામવા સુચના માર્ગદર્શન કરતા તેમજ એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી સા.નાઓએ સર્વલન્સ પો.સ્ટાફના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.સોલંકી તથા સર્વલન્સ સ્ટાફના પો.સ્ટાફને કડક કાર્યવાહી કરવા સુચના મલેલ હોય જે અનુસંધાને એ.ડીવી.પોસ્ટે ગુન્હો નોંધાયો હતો ન મુદામાલ તથા ચોર ઇસમોને શોધી કાઢવા સુચના મળતા જે અનુસંધાને પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગ મા હતા દરમ્યાન પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા પો.કોન્સ વીક્રમભાઇ પરમાર તથા સાજીદખાન બેલીમ નાઓ સંયુકતમા બાતમી હકીકત મળેલ કે,તા- ૦૮/૧૨/૨૦૨૪ ના રોજ થયેલ ઘરફોડ ચોરી ગયેલ મુદામાલ સાથે બે ઇસમો કડીયાવાડ ના નાકે સાઉન્ડ સીસ્ટમના સાધનો વેચવા નિકળેલ હોય જે હકીકત પો.સ્ટાફ સાથે સદરહુ હકીકત વાળી જગ્યાએ જતા બે ઈસમો સાઉન્ડ સીસ્ટમ નું સાધન પાવર (એમ્પ્લીફાયર) તથા ડી.જે.મિક્ષર સાથે મળી આવતા બન્ને સાઉન્સ સીસ્ટમના સાધનોની કુલ કિ.રૂ ૬0000/- ની ગણી કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ તેમજ મજકુર પકડાયેલ ઇસમને સદર સાઉન્સ સીસ્ટમના સાધનો બાબતે પુછપરછ કરતા મયારામ આશ્રમ પાસેથી એક મકાન ના રૂમમાથી પોતે ચોરી કરેલ હોવાનું જણાવેલ જે અંગેની આગળની ધોરણસરની કાર્યવાહી પો.સબ.ઇન્સ એ.એ.પરમાર નાઓએ સંભાળેલ છે.

(૧) પકડાયેલ આરોપીનું
1)વીનુભાઇ મનજીભાઇ સોલંકી દે.પુ. -જુનાગઢ, ભવનાથ પોલીસ સ્ટેશન પાછળ ગુપડામાં મુળ રહે. રાજકોટ લોહાનગર જીમી ટાવરની બાજુમા
(૨)પીયુશભાઇ કીશોરભાઈ ગોરાસવા જુનાગઢ, ભવનાથ અગ્ની અખાડામાં મુળ
કુકાવાવ ધનશ્યામનગર મનોજ મોચીની દુકાન પાસે જી-અમરેલી

(2) આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ-(૧)પાવર (એપ્લીફાયર) જેની કિરૂ આશરે ૪૫૦૦૦/- તથા ડી.જે.મિક્ષર જેની કી.રુ.૧૫૦૦૦/-કુલ.કી.રુ.૬૦૦૦૦/-

આ કામગીરી કરનાર એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી તથા પો.ઇન્સ.શ્રી મીતુલ પટેલ તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા પો.સબ.ઇન્સ એ.એ.પરમાર તથા પો.હેડ કોન્સ ટી.બી.સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો.કોન્સ વિકમભાઈ મનસુખભાઈ તથા પો.કોન્સ નરેંદ્રભાઈ નારણભાઈ તથા પો.કોન્સ જુવાનભાઇ લાખણોત્રા તથા પો.કોન્સ સાજીદખાન યુસુફખાન તથા પો કોન્સ જયેશભાઇ પ્રતાપભાઇ તથા પો.કોન્સ વિક્રમભાઇ નારણભાઇ તથા પો કોન્સ. નિલેષભાઇ સરમણભાઈ દ્વારા સારી કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed