જૂનાગઢ જિલ્લા પોલીસ
જૂનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની ફરતે લીલી પરીક્રમા તા. ૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૫/૧૧/૨૦૨૪ સુધી આયોજન થયેલ છે. આ લીલી પરીક્રમામાં રાતો, મહતો, ભાવીકો, શ્રધ્ધાળુઓ આ ગીરનારની લીલી પરીકમામાં દર્શાનાર્થે તેમજ પ્રવાસે મોટી સંખ્યામાં આવતા હોય છે. ચાલુ વર્ષે પણ ગીરનાર લીલી પરીકમામાં દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ ૧૫ લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા રહેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં નેતૃત્વમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તેમજ ગીરનારની લીલી પરીક્રમામાં આવનાર શ્રધ્ધાળુઓને કોઇ અગવડ ન પડે અને આશરે 39 કિલોમીટર જેટલો ફોરેસ્ટ વિસ્તાર રહેલ છે. જે ફોરેસ્ટ વિ૨તારમાં શ્રધ્ધાળુઓને સહેલાઇથી પોલીસ મદદ મળી રહે અને પોલીસ શ્રધ્ધાળુઓને આ પરીક્રમા દરમ્યાન 50-50 રીતે મદદરૂપ થઇ શકાય તે માટે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા બંદોબસ્તમાં રોકાયેલ તમામ પોલીસ અધિકારી તથા પોકર્મચારીઓને ગીરનારની પરીકગાના દરમ્યાન કાયદો અને વ્યવરથા અને શ્રઘ્ધાળુઓને શક્ય એટલી તમામ પોલીસ મદદ મળી રહે તેમજ મિલ્કત સબંધી ગુના ન બને તે હેતુસર પુરતી તકેદારી રાખી યોગ્ય બંદોબસ્ત જાળવવા સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય.
ગીરનારની લીલી પરીકમામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા નળપાણીની ઘોડી, માળવેલા ઘોડી કે જે કપરા ચઢાણ હોય અને પરીક્રમામાં વૃધ્ધ પણ શ્રધ્ધાથી આવતા હોય જેથી આવા વૃધ્ધ લોકો આવા કપરા ચઢાણ ચડી શકવા સક્ષમ ન હોય તેવા લોકોને પોલીસ લાઠી બની મદદ કરવા જણાવવામાં આવેલ હોય તેમજ સમગ્ર પરીક્રમાના સમગ્ર રૂટ પર કુલ- ૪૨ જેટલી પોલીસ રાવટીઓ ઉભી કરવામાં આવેલ હોય જે રાવટીઓમાં રાઉન્ડ ધ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
• પી.આર.ઓ. ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરી:-
ભવનાથ જીણાબાવાની મઢી પોલીસ રાવટી નં.૧૫ ) પારો વડોદરા શહેરના એક મહિલા તેના દોઢ વર્ષના બાળક અને પતિથી વિખૂટા પડી જતા એકદમ ગભરાઈ જતા ફરજ પર તૈનાત પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા તેઓને સાંતવના આપી અલગ-અલગ પોલીસ રાવટીનો સંપર્ક કરી ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના પરીવાર સાથે મેળાપ કરાવેલ.
ભવનાથ જીણાબાવાની મઢી પોલીસ રાવટી નં.૧૫) પારો અહમદાવાદના એક મહિલા તેના પતિથી વિખુટા પડી જતા એકદમ ગભરાઈ જતા ફરજ પર તૈનાત પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા તેઓને સાંતવના આપી અલગ- અલગ પોલીસ રાવટીનો સંપર્ક કરી ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના પરીવાર સાથે મેળાપ કરાવેલ
– ભવનાથ જીણાબાવાની મઢી પોલીસ રાવટી નં.૧૫) પાસે મઢીની દિવાલ પડી જતા ચારેક જેટલા સાધુ તથા પબ્લીકના માણસને શરીરે ઈજા થતા પોલીસ દ્વારા તાત્કલીક ગીરનાર કંટ્રોલરૂમનો સંપર્ક કરી એમ્બયુલનસને બોલાવી તમામને પ્રાથમીક સારવાર આપવામાં આવેલ
> ભવનાથ જીણાબાવાની મઢી પોલીસ રાવટી નં ૧૩) પાસે ત્રણ મહિલાઓ તેના ગૃપથી વિખુટા પડી જતા ફરજ પર તૈનાત પોલીસનો સંપર્ક કરતા પોલીરા દ્વારા તેઓને ગૃપનો સંપર્ક કરાવી ગૃપ સાથે મેળાપ કરાવેલ > ભવનાથ જીણાબાવાની મઢી પોલીસ રાવટી નં. ૧૩) પાસે એક પુરૂષ તેના ગૃપથી વિખુટા પડીજતા ફરજ પર તૈનાત પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા તેઓને ગૃપનો સંપર્ક કરાવી ગ્રુપ સાથે મેળાપ કરાવેલ
►* ગીરનાર પરીક્રમા દરમ્યાન એક વર્ષના બાળકને વીંછી કરડતા તાત્કાલીક ફરજ પર હાજર પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ વાહન બોલાવી તેમા બેસાડી સરકારી દવાખાને પહોંચાડી પ્રાથમીક સારવાર આપી સ્વસ્થ કરવામાં આવેલ.
– ભવનાથ જીણાબાવાની મઢી પોલીસ રાવટી નં ૧૪) પાસે દેવજીભાઈ રામજીભાઈ પરમાર તેમના પત્નિથી વિખુટા પડી જતા ફરજ પર તૈનાત પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા તેઓને પત્નિને શોધી કાઢી મેળાપ કરાવેલ.
– ભવનાથ જીણાબાવાની મઢી પોલીસ રાવટી નં ૧૪) પાસે એક વૃધ્ધ મહિલા ચાલી શકવા સક્ષમ ન હોય. જેથી પોલીસનો સંપર્ક કરતા ફરજ તૈનાત પોલીસનો સંપર્ક ક૨તા પોલીસ દ્વારા તેઓને પોતાના પ્રાઇવેટ વાહનમાં બેસાડી વાહન સુધી પહોંચાડી વૃધ્ધ મહિલાને મદદ કરવામાં આવેલ
– ભવનાથ જીણાબાવાની મઢી પારચેથી રાવટી નં.૧૫) ના પોલીસ દ્વારા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂના ચપટા નંગ-૩૮ કિ.રૂા ૩૮૦૦/- તથા રોકડા રૂા.૧૦,૫૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો પકડી પાડવામાં આવેલ
> ભવનાથ જીણાબાવાની મઢી પાસે મગનભાઈ ઉવ. 9૬ વાળાને ગીરનાર પરીક્રમા દરમ્યાન અચાનક શ્વાસ ઉપાડતા ચાલી શકવા સક્ષમ ન હોય જેથી પોલીસનો સંપર્ક ક૨તા પોલીસ દ્વારા તાત્કાલીક એમ્બયુલન્સ બોલાવી સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ.
>> ગીરનાર પરીક્રમા કરવા આવેલ રૂડીબેન વા.ઓ. રૂપાભાઈ પરમાર ઉ.વ. ૬૫ ૨હે. ટીકર મુળી સુરેન્દ્રનગર વાળાઓ તેમના પરીવારથી વિખુટા પડી જતા પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ જાંબુડી નાકા ચેક પોસ્ટ પર તૈનાત પોલીસ સ્ટાફ તથા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની સતર્કતાના કારણે ગુમ થનાર રૂડીબેન ઉ.વ. ૬૫ વાળાઓને શોધી કાઢી તેમના પરીવાર સાથે મેળાપ કરાવેલ.
> ગીરનાર પરીકમા કરવા આવેલ લખમણભાઈ જેતાભાઈ માલમ ખારવા રહે. વેરાવળ વાળાઓને હાર્ટનો પ્રોબ્લેમ હોય. જેથી આગળ ચાલી શકે તેમ ન હોય અને પરીકમા પુરી શકે તેવી પરીસ્થિતી ન હોય જેથી પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલીક વાહનની વ્યવસ્થા કરી આપી ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવેલ.
– ગીરનાર અંબાજી મંદિર ખાતે એક નાગરીકને શ્વાસ લેવામાં તકલીફ પડતા પોલીસ અને મેડીકલ ટીમ દ્વારા ગીરનાર અંબાજી સ્થિત જૂનાગઢ વાયરલેસ સેન્ટર ખાતે લઇ જઈ સારવાર આપી અમુલ્ય માનવ જિંદગી બચાવી ઉમદા નમુનારૂપ કામગીરી કરવામાં આવેલ
> ગીરનાર પરીકમા બોરદેવી ગેઇટ પાસે આવેલ પોલીસ રાવટી નં.૩૪) નજીક ગીતાબેન મહેન્દ્રભાઈ પટેલ રહે. અમદાવાદ વાળાઓ પોતાના પરીવારથી વિખુટા પડી જતા ફરજ પર તૈનાત પોલીસ સ્ટાફ દ્વારા તેમના પરીવારને શોધી કાઢી તેમના પરીવાર સાથે મિલાપ કરાવેલ
> ગીરનાર પરીકમાં જીણાબાવાની મઢી પાસે અમરાબા જાડેજા ઉ.વ. વર ના ઓ તેમની દિકરી પ્રાજ્ઞાબા ઉ.વ. ૩૫ નાઓ તેમજ તેમના પરીવારથી વિખુટા પડી જતા તેમને શોધવા જતા પ્રજ્ઞાબા પણ છુટી પડી જતા અમરાબા માળવેલા માંદેર પાસે આવેલ પોલીસ રાવટીનો સંપર્ક કરતા માળવેલ પોલીસ રાવટી પર ફરજ પર નૈતાન પોલીસ રટાફ દ્વારા તમામ શોધી કાઢી એકબીજા સાથે મેળાપ કરાવેલ
> અમદાવાદથી આવેલ ૧૨ વર્ષીય કિશોર તેમના માતા-પિતાથી અલગ પડી ગયેલ હોય અને ગીરનારની સીડી પરથી લપસી જતા પગમાં વાગી જવાથી ચાલી શકે તેમ ન હોય અને પગમાં સોજા આવી જતા ચાલી શકે તેવી સક્ષમતા ન હોય જેથી ગીરનાર સીડી પર ફરજ પર તૈનાત પોલીસ કોન્સટેબલ વિશાલભાઈ વીંજુડાનાઓએ ૧૨ વર્ષીય કિશોરને ઉચકી તેમના મા-બાપ સાથે મેળાપ કરાવી ઉમદા કામગીરી કરેલ છે.
> ગીરનાર પરીક્રમા કરવા આવેલ ધીરૂભાઈ લખમણભાઈ નાથડ રહે. ઉti ગીર-સોમનાથનાઓને પરીક્રમા દરમ્યાન અચાનક હાર્ટ એટેક આવતા ફરજ પર તૈનાત એસ.ડી.આર.એફ.ની ટીમ દ્વારા તાત્કાલીક ચી. પી.આર. આપી રેડયુ કરી વધુ સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ
> બસ સ્ટેશન નજીક વૈભવ ચોક ખાતે એક અગત્યના દરસ્તાવેજની ફાઈલ ટ્રાફીક પોલીસને
મળતા દરસ્તાવેજ ધારકને શોધી કાઢી આ દ૨તાવેજ પ્રિન્સ મુકેશભાઈ ઝાલા નાઓ હોય
જેઓનો ટેલફોનીક સંપર્ક કરી રૂબરૂ બોલાવી અગત્યના દસ્તાવેજની ફાઇલ ટ્રાફીક પો.સ.ઇ. ના હસ્તે પરત આપવામાં આવેલ.
સર્વેલન્સ ટીમની કામગીરી:-
ગીરનાર પરીકમા દરમ્યાન લાખોની ભીડનો લાભ ઉઠાવી પીક પોકેટીંગ, મોબાઈલ ચોરી તથા ચીલ ઝડપ જેવા મિલ્કત સબંધી ગુના ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો ઇન્સ. શ્રી જે જે પટેલ ને આવા ઇસમો ઉપર કડક વોચ તપાસ રાખવા ૨૪ કલાક સર્વેલન્સ ટીમને એક્ટીવ રાખવા સૂચના કરવામાં આવેલ હોય.
જે અન્વયે જૂનાગઢ કાઈમની ટીમ તથા બહારના જિલ્લાની એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસ સ્ટેશનના પો. કર્મચારીઓની બે શીફટમાં મહિલા પો.કર્મચારી સાહિત કુલ-કટીમો બનાવવામાં આવેલ છે. જેમાં ભવનાથ
તળેટી વિસ્તારમાં કુલ ટીમ-૨ તથા પરીક્રમા રૂટમાં કુલ- ૩.ટીમ તથા સીટી વિસ્તારમાં કુલ-૧ ટીમ મળી કુલ-૬ ટીમો
બનાવી મિલ્કત સબંધી ગુન્હાઓ આચરી શકે તેવા ઈસમોને સ્પોટ કરી તેમજ શંકાર સ્પદ જણાતા ઇસમોને ચેક કરી અટકાયતી પગલા લેવામાં આવેલ. ગીરનાર પરીકમા દરમ્યાન ફેકી પીણુ પીધેલી હાલતમાં મળી આવેલ ઇરામોને પુછપરછ કરતાં અલગ અલગ જગ્યાએથી દારૂ પીધેલ હોવાનું જણાવતાં તે જગ્યાએ તપાસ કરતાં પ્રોહીબીશન લગત રેઈડ કરી બુટલેગરો
વિરુધ્ધમાં પ્રોહી કેસો કરવામાં આવેલ
તેમજ આજરોજ બાતમી હકિક્ત આધારે કાઈમ બ્રાન્ચ જૂનાગઢના ૫.ઇન્સ. શ્રી જે જે પટેલ સાહેબનાઓ દ્વારા બાતમી હકિક્ત આધારે પ્રદિપના ખાડીયા વિસ્તારમાં રહેતા સુનીલ પ્રવિણભાઈ સોલંકી દ્વારા સંચાલીત દેશી દારૂનુ પીઠુ ઝડપી પાડી સ્થળ પરથી કુલ-૫ ઇરામોને પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૩ કિ.ડ્રા.૨૭૧૨/-, પાણી, સોડા, બાયટીંગની ચીજવસ્તુ તથા રોકડ રૂ.૭૫૩૦/-, મોબાઈલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૫૧,000/- તથા દારૂ પીવા માટે ઉપયોગમાં લીધેલ ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ. ૧૧૨૯૨/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ
અટકાયતી પગલા
> બી.એન.એસ.એસ. કલમ-૧૨૬ મુજબના કેસો:- ૮
> બી એન એસ એસ કલમ-૧૨૮ મુજબના કેસો:- ૫૧
> દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ ઈસમો – ૧૭
>> શંકાર પદ ઇસમ ચેકની સંખ્યા :- ૩૮૫
ગીરનાર પરીક્રમા કરવા આવેલ બાળકો, મહિલા, વૃધ્ધ તથા સીનીયર સીટીજનને કોઇ અગવડ ન પડે તેમજ કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લાની શી ટીમને રાઉન્ડ ધ કલોક એકટીવ રાખવામાં આવેલ છે. અને શી ટીમ સતત બાળકો, મહિલા, વૃધ્ધ તથા સીનીયર સીટીજનને મદદરૂપ થઈ શકે તેવા પ્રયાસો કરવા સુચનાઓ આપવામાં આવેલ છે. જે અન્વયે ગીરનાર પરીક્રમા દરમ્યાન કુલ-૪ ટીમો બનાવવામા આવેલ છે. જેમાં બસ સ્ટેન્ડ, ભવનાથ તળેટી, બોરદેવી, ઝીણાબાવાની મઢી ખાતે કુલ-૪ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે.
શી ટીમની કામગીરી:-
> ભવનાથ તળેટી વિસ્તારમાં ગીરનાર પરીકમા કરવા આવેલ ઉષાબેન નાઈક ઉ.વ. ૬૮ રહે. નવી
મુમ્બઇવાળા પોતાની દિકરી તથા બહેનથી ભીડના લીધે વિખુટા પડી જતા ભવનાથ સી ટીમનો
સંપર્ક કરતા સી ટીમ દ્વારા માઈક એના સમેન્ટ તથા ટેલીફોનીક સંપર્ક કરાવી તાત્કાલીક શોધી બોરદેવી ગેઈટ પાસેથી શોધી કાઢી મેળાપ કરાવવામાં આવેલ.
ભવનાથ તળેટી વિસ્તારમાં ગીરનાર પરીક્રમા કરવા આવેલ સખુબેન ઉ.વ. ૩૭ ૨હે. કચછ
અંજાર વાળા તેમના પરીવારથી વિખૂટા પડી જતા ભવનાથ સી ટીમનો સંપર્ક કરતા સી ટીમદ્વારા તાત્કાલીક સંપર્ક કરી મજેવડી ગેઇટ સુધી પહોંચાડી પરીવાર સાથે મેળાપ કરાવવામાંઆવેલ.
> ભવનાથ તળેટી વિ૨તામાં ગીરનાર પરીક્રમા કરવા આવેલ જાગૃતિબેન પટેલ ઉ.વ. ૩૭ રહે
મહેસાણા વાળી પોતાના પરીવારથી વિખુટા પડી જતા ભવનાથ સી ટીમનો સંપર્ક કરતા સી ટીમ દ્વારા માઈક એનાસમેન્ટ તથા ટેલીફોનીક સંપર્ક ક૨ાવી તાત્કાલીક શોઘી મેળાપ
કરાવવામાં આવેલ.
> જુનાગઢ પરીક્રમા રૂટ તથા ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ સી ટીમ દ્વારા યાત્રીકો શ્રધ્ધાળુઓને ડ્રગ્સ અવેરનેશ અંગેની પત્રીકાનું વિતરણ કરી લોકો કુચના દુષણથી દુર રહે અને ડ્રગ્સના દુષણને નાબુદ કરવા જાગૃતિ ફેલાવવામાં આવેલ.
> જીણાબાવાની મઢી સી ટીમ દ્વારા જીણાબાવાની મઢી પાસે રાજુભાઈ રબારી રહે. જૂનાગઢ વાળાઓને ચાલતા ચાલતા અચાનક છાતીમાં દુખાવો થતા પડી જતા સ્થળ ઉપર હાજર જીણાબાવાની મઢી સી ટીમ દ્વારા એમ્બયુલન્સનો સંપર્ક કરી રાજુભાઈ રબારીને એમ્બયુલનસમાં બેસાડી સારવાર અર્થે ખેસડવામાં આવેલ.
ટ્રાફીક ટીમની કામગીરી:-
ગીરનાર પરીકમામાં ૧૫ લાખ થી વધુ માનવ મહેરામણ ઉમટી પડવાની શકયતા હોય જેથી ટ્રાફીકની સમસ્યા ઉદભવે નહિ તે હેતુસર જિલ્લામાં અલગ-અલગ ટ્રાફીકના પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે તેવી જગ્યાઓ ઉપર ટ્રાફીક પોઈન્ટ ઉભા કરવામાં આવેલ છે. તેમજ આ ટ્રાફીક ટીમોને વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર જણાયેથી એમ વી. એકટ હેઠળ અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ છે. તેમજ ટ્રાફીક અડચણરૂપ વાહનોને તથા નો પાર્કીંગમાં પાર્ક કરેલ વાહનોને ટોઇંગ કરી અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવેલ છે.
• વાહન ચેકીંગની કામગીરી:-
> ટોઇંગ કરેલ વાહનની સંખ્યા:- ફોર વ્હીલ -૬૫ ટુ વ્હિલ-૩૯ કુલ-૧૦૪
> સ્થળ દંડ-એન.સી.૩- દંડ-900/-
આમ ગીરનાર પરીકગાના પ્રથમ દિવસે પોલીસ અધિક્ષક સાહેબથી હર્ષદ મહેતા સાહેબના સુચના તથા માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની શકય તેટલી તમામ ત્વરીત મદદ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે જે સુત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે
> માનવતા સાથે કાયદાનું ચુરત અમલીકરણ.
> જૂનાગઢ પોલીસ આપની શાંતી, સુરક્ષા અને રસલામતી માટે કટીબધ્ધ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન