November 21, 2024

પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરતી ઝઘડીઆ પોલીસ, અસ્થિર મગજની મહિલાને તેમના કુટુંબ સાથે મિલન કરાવ્યું.

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા…

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વાંકાવોલ ગામની આશરે 65 વર્સીય અસ્થિર મગજની મહિલા વિધુર બસીબેન ભટુભાઈ વસાવા 15 દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. જે ઝઘડીઆ તાલુકાના ગોવાલી ખાતે ભૂખી તરસી હાલતમાં પોલીસ પેટ્રોલિંગ ટીમને મળતા આ મહિલા સાથે કોઈ અજુકતો બનાવ ના બને તે હેતુથી મહિલાને ઝઘડીઆ પો. સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર પી.એચ.વસાવા સમક્ષ રજુ કરતા તેમણે ધીરજ અને કુનેહ પૂર્વક મહિલાને પોતાનું નામ થામ પૂછતા મહિલા એ આપેલ સરનામે ખબર આપતા મહિલાના જમાઈએ આવી મહિલાનો કબજો મેળવ્યો હતો.

આ સમયે પો.સ્ટે.મા ભાવુકતાના દ્ષયો સર્જાયા હતા. આ કામમાં ઝઘડિયાના પી.એસ.આઈ.ની સાથે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ત્રિભોવનભાઈ બ.નં. 448 પણ હાજર હતા. વડોદરા વિભાગના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાણા અને ભરૂચ જિલ્લા ડી.એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની અને અંકલેશ્વર વિભાગીય વડા ચિરાગ દેસાઈ ના કુનેહ
માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી પૂર્ણ પાડવામાં આવી હતી. સમગ્ર પંથકમાં પોલીસની આ કામગીરીની ખૂબ પ્રસંશા થઈ રહી છે. સલામ છે આવા પ્રજાના રક્ષકોને..


Share to