——
સુરત:મંગળવાર: અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને ૧૯ વર્ષની સૌથી નાની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ શ્રી મૈત્રી પટેલને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
ઉલ્લખનીય છે કે, ઓલપાડના શેરડી ગામના મુળ વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત શ્રી કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રીએ સુરતમાં ધો.૧૨ નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં કુલ ૧૮ માસની પાઈલોટની તાલીમ માત્ર ૧૧ મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૧૯ વર્ષની વયે કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી.
આ મુલાકાત પ્રસંગે પાઈલોટ શ્રી મૈત્રી પટેલના માતા-પિતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક શ્રી કરસનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો