સુરત:મંગળવાર: કેન્દ્રીય સ્ટીલ અને ગ્રામ વિકાસ મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરની મુલાકાત લીધી હતી, જ્યાં AMNS જેટી, AMNS પ્લેટ મેકિંગ પ્લાન્ટ, કોમ્પેક્ટ સ્ટ્રીપ પ્રોડક્શન મિલની સ્થળ મુલાકાત લઈને દૈનિક પ્રોડક્શનથી માહિતગાર થયાં હતાં. તેમણે મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ સાથે બેઠક પણ યોજીને કંપનીની કામગીરીથી માહિતગાર થયાં હતાં. મુલાકાતમાં AMNS સ્ટીલના સંતોષ મુંદડા(ED ઓપરેશન્સ), રાજીવ ભટનાગર(ED પ્રોજેક્ટ્સ), અનિલ મટુ (એચ.આર.અને એડમિન હેડ) અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો