December 5, 2024

જૂનાગઢના પંચહાટડી ચોકમા ખરીદી કરવા આવેલ મહીલાનું પર્શ ગુમથતા જુનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને મહિલા અરજદારને પરત કર્યું

Share to

.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા પ્રજા સાથે સૌહાદપુર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મીત્ર છે,એ સુત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા સુચનાઓ કરવામા આવેલ. જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી નાઓની સુચના અનવ્યે એક મહીલા ધારાબેન ગૌરવભાઈ ગોરી રહે.જુનાગઢ ખલીલપુર રોડ વાળા નુ એક પર્સ કે જેમા બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કીમત રૂપીયા ૪૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- હતા તે પર્સ જુનાગઢ પંચહાટડી ચોકમા ખરીદી કરવા આવેલ ત્યારે રસ્તામા ક્યાક પડી અથવા ગુમ થઈ જતા આ ધારાબેન એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે આવી રજુઆત કરેલ કે, પોતાનુ રૂપીયા તથા મોબાઇલ નંગ-૦૨ રાખેલ પર્સ પંચહાટડી ચોકથી આઝાદ ચોક વચ્ચે રસ્તામાં ક્યાક ગુમ થયેલાની વાત કરતા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ જે. આર.વાઝા તથા પો.કોન્સ નરેન્દ્રભાઈ બાલસ તથા પો.કોન્સ કલ્પેશભાઈ ચાવડા તથા મહીલા પો.કોન્સ વર્ષાબેન ખાંભુ નાઓએ તાત્કાલીક આઝાદ ચોકથી પંચહાટડી ચોક વચ્ચે રસ્તામાં રૂબરૂ જઇ તપાસ કરતા મહીલાનુ રૂપીયા તથા મોબાઇલ ફોન નંગ-૦૨ સહીતનું પર્સ શોધી કાઢી પરત મહીલાને સોપતા મહીલા પ્રભાવીત થઇ “એ” ડીવી પોસ્ટે. પોલીસ સ્ટાફએ સુરક્ષા સાથે સેવાનુ ઉતરદાયીત્વ નીભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્રને સાર્થક કરતા આભાર વ્યક્ત કરેલ હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed