* ઝઘડીયા પ્રાંત,મામલતદાર અને તાલુકા વિકાસ અધીકારી કાયઁક્રમમાં હાજર રહ્યા નથી
* ગેરહાજર અધીકારીઓ સામે સરકારમાં રજુઆત કરવાની સાંસદે સુચના આપી
તા.૦૫-૧૦-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ તાલુકાના કોયલીમાંડવી ગામે ૧૦ તબક્કાના ચાસવડ,ઝરણા,કામલીયા,પીંગોટ,બિલોઠી,રાજવાડી,કવચીયા,આટખોલ,ભાંગોરીયા,મોતિયા ગામોનો સેવાસેતુ કાયઁક્રમ યોજાયો હતો.રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો માહિત અને લાભ ઘરઆંગણે જ આપવામાં આવે છે.પરંતુ ૧૦ તબક્કાનો ૧૧ ગામોમાંથી માત્ર ૨-૩ ગ્રામજનો હાજર રહ્યા નથી,અને ઝઘડીયા પ્રાંત,નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધીકારી સહિત અન્ય વિભાગના અધિકારીઓ કાયઁક્રમમાં હાજર નહીં રહેતા સાંસદ મનસુખભાઇ વસાવા વિફયૉ હતા.આદિવાસી વિસ્તારમાં સેવાસેતુના કાયઁક્રમમાં અધીકારીઓ વેઠ ઉતારે છે.માત્ર ચોપડે બતાવી શકાય તેવી કામગીરી કરે છે.અધીકારીઓને માત્ર પગાર સાથે લેવાદેવા છે.ગરીબ લાભાર્થીઓને સરકારની યોજનાનો લાભ મળતો નથી.આવા તમામ અધીકારીઓ સામે સરકારમાં રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારતા માહોલ ગરમાયો હતો.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગના કોયલીમાંડવી ગામે યોજાયેલ ૧૦ માં તબક્કાના સેવાસેતુના કાયઁક્રમમાં વિધવા-વૃદ્ધ પેન્શન,આયુષ્માન કાડઁ,પ્રધાનમંત્રી આવાસ યોજના,ગરીબોને અનાજ મળતું નથી તેવા ગંભીર પ્રશ્રોનો પ્રકાશમાં આવતા તમામ અધીકારીઓને સમયમયૉદામાં કામગીરી પુણઁ કરવા અધિકારીઓને સાંસદે સુચના આપતા તેના ઘેરા પ્રત્યાઘાટો પડ્યા હતા.
* બોક્સ :- નેતાઓના ઘરે તાલુકાના વિકાસ કામોનું આયોજન થવું જોઈએ નહીં : સાંસદની ચીમકી
નેત્રંગ તાલુકાના ગામે-ગામ રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનામાંથી વિકાસના કામાની ગ્રાન્ટની ફાળવણી થાય છે.જેમાં સેટીંગ કરનાર નેતા પોતાના ઘરે અધીકારીઓને બોલાવી કામોનું આયોજન કરે છે.તે યોગ્ય નથી.નેત્રંગ તા.પંચાયત કચેરીમાં જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં વિકાસના કામોની આયોજનની બેઠક મળવી જોઈએ.હવે સેટીંગ કરનાર નેતાઓને ખુલ્લા પડાશે.
*વિજય વસાવા નેત્રંગ*