October 17, 2024

ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share to

ક્વોરી ઉદ્યોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનને સમર્થન

ગૌણ ખનીજમાં EC રદ્દ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગ બંધ

ગુજરાતની બ્લેકટ્રેપ ક્વોરી લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ કરી છે.જેના અનુસંધાને આજરોજ ભરૂચ જીલ્લા બ્લેકટ્રેપ ક્વોરી લીઝ એસોસિએશના સભ્યોએ પણ સમર્થન જાહેર કરીને પોતાના ઉદ્યોગ પણ બંધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરી હતી.
ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશન દ્વારા જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલા આવેદનપત્ર જણાવ્યા મુજબ ક્વોરી ઉદ્યોગોને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી.હાલમાં પર્યાવરણીય મંજુરી અને ખાણકામ આયોજન (Environment Clearance & Mining Plan) કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત ૬૦ ટકાથી વધુ ખાણોનાં રોયલ્ટી એકાઉન્ટ (ATR) બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે.જીલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા તમામ EC રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી (SEIAA) દ્વારા Re-Appraisal ની કાર્યવાહી આગામી તા.૨૬ ઓકટોબર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ નહિં થાય તો,લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરીલીઝનું (ATR) બંધ થનાર છે.
ક્વોરી ઉદ્યોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા અગાઉ વારંવાર રજુઆત કરવામાં આવી છે.પરંતુ આજદિન સુધી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો નથી.અગાઉ સરકાર દ્વારા કમિશ્નરની સહીથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ ૨ વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.જેથી ૨૮ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજની ગુજરાત બ્લેક સ્ટોન કવોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની જનરલ મીટીંગમાં ઠરાવ્યા મુજબ આ બંધ થયેલા ગુજરાતભરની તમામ કવોરી લીઝ ચાલુ ન થાય ત્યાં સુધી તેમના સમર્થનમાં અને ગૌણ ખનીજમાં EC રદ્દ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે.જેથી સરકાર દ્વારા તેમની પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.


Share to

You may have missed