* નાંદોદ તાલુકાના કુમસગામ ગ્રા.પંચાયતની સોલર સ્ટ્રીટલાઇટની બેટરી ચોરી કરી હતી
* નેત્રંગ પોલીસે રૂ.૫૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને જેલભેગા કયૉ
તા.૦૪-૧૦-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ પો.સ્ટેશનના પીઆઇ આર.સી વસાવા અને પો.કમીઁ વાહનચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.જે દરમ્યાન નેત્રંગ-મોવી રોડ ઉપરથી એક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ આવતા તેની તપાસ કરતાં ચાલક વિશાલ બાબુભાઇ વસાવા (રહે.કુમસગામ તા.નાંદોદ) અને તેની પાછળ બેસેલ મેહુલ સુરેશભાઈ વસાવા (રહે.કુમસગામ તા.નાંદોદ) બે અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં સોલર સ્ટ્રીટલાઇટને બે બેટરી મળી આવી હતી.આ બાબતે પોલીસે કડકહાથે પુછપરછ હાથ ધરતાં નાંદોડ તાલુકાના કુમસગામ ગ્રા.પંચાયત કચેરીમાંથી મુકવામાં આવેલ સોલર સ્ટ્રીટલાઇટને બેટરીઓ ભંગારમાં વેચાણ કરવાની હકીકત માલુમ પડી હતી.નેત્રંગ પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી મોટરસાયકલ,બેટરી નંગ-૨ મળીને કુલ.૫૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*