November 28, 2024

.*માંડવી તાલુકાના સઠવાવ ગામમાં દીપડો પાંજરે પુરાયો.*

Share to

.*દૂરદર્શી ન્યૂઝ માંડવી સુરત.*

માંડવી તાલુકાના સઠવાવ ગામે છેલ્લા ઘણા દિવસોથી દીપડાના હુમલાઓથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. દીપડો પાલતુ પશુઓને નુકસાન પહોંચાડતો હોવાને કારણે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, અને આજે વહેલી સવારે દીપડાને પાંજરે પુરવામાં આવતાં ગામમાં આંશિક રાહત તો મળી પરંતુ, હજીયે ગામની સીમમાં ઘણા દીપડાઓની હાજરી હોવાનું જણાવતા ગામજનો માં દહેશતના માહોલ વચ્ચે રહેવા મજબૂર હોવાનું ગામજનો જણાવી રહ્યા છે.

માંડવી તાલુકાના સઠવાવ ગામમાં દીપડાના સતત વધતા હુમલાઓને લીધે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ખાસ કરીને પાલતુ પશુઓ પરના આ હુમલાઓને કારણે ગામમાં ગભરાટ અને દહેશત ની માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યાર બાદ ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા, બે દિવસ પહેલા ભિમસિંગ ચૌધરીના ઘરની બાજુમાં પાંજરું મુકવામાં આવ્યું હતું.આજ વહેલી સવારે પાંજરામાં દીપડો પૂરાતા ગ્રામજનોને આંશિક તો રાહત મળી છે. પરંતુ હજીયે ઘણા દીપડાઓ ગમજનોએની નજરે ચઢ્યા હોય ત્યારે, ગ્રામજનો ના કહ્યા અનુસાર હજીયે દહેશત તડી નથી.


Share to

You may have missed