(ઈકરામ મલેક, રાજપીપળા દ્વારા)
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બીજી ઓક્ટોબર જાહેર રજા હોય ને મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ આવેલા પ્રવાસન ધામો ઉપર આવ્યા હતા, ત્યારે છ જેટલા યુવકો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલમાં આવેલા ઝરવાણી ધીરખાડી નામના ધોધ ઉપર નાહવા ગયા હતા, જે પૈકી બે યુવકો ઊંડા પાણીમાં ગળકાવ થઈ ગયા હતા. મરણ જનાર બન્ને યુવકો પૈકી (1) ધર્મેશ ગોરધન ભાઈ જસાણી (2) કેયુર વશરામ ભાઈ કુકડીયા નો સમાવેશ થાય છે.
ઘટના બપોરના સમયે બની હતી ત્યારે આસપાસ હાજર સ્થાનિકો દ્વારા આ બંને યુવકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. ઘટનાની જાણ થતા વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મરણ ગયેલા બંને યુવકોના સહુ કબજે કરી પીએમ અર્થેની કાર્યવાહી કરાઈ હતી મોડી રાત્રે પરિજનોને તેમના સૌ સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ પહેલા પણ અસંખ્ય વાર પાણીના ધોધમાર ડૂબી જઈ મરણ પામવાની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા હોવા છતાં પણ પ્રવાસીઓ આ ચેતવણીના બોર્ડને ગણકારતા નથી અને પ્રકારની ગુફા ઘટનાઓ બનતી હોય છે.
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.