October 17, 2024

સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા તથા RBPHના સંચાલનથી નર્મદા નદીમાં છોડાઈ રહેલું ૧૪૫,૦૦૦ ક્યુસેક પાણી*

Share to

*નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં ૧૭૮ મિ.મિ.વરસાદ નોંધાયો*

રાજપીપલા, શનિવાર :- નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં લઈને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તા.૨૮મી સપ્ટેમ્બર-૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર બંધના ૧૦ દરવાજા ૧.૩ મીટર ખુલ્લા રાખી બંધના નીચલા વિસ્તારમાં એક લાખ ક્યુસેક પાણી છોડવા સાથે નદી તળ વિદ્યુત મથક(RBPH)ના ૬ મશીનોના સંચાલનથી નર્મદા નદીમાં કુલ ૧,૪૫,૦૦૦ (૪૫,૦૦૦+૧,૦૦,૦૦૦) ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેવીજ રીતે કરજણ જળાશયના ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં લઈને સવારે ૭:૧૦ કલાકથી ગેટ નં.૫,૭ (૧.૦૦ મીટર) ખુલ્લા હતા. તેમા ગેટ નં. ૩ (૧.૦૦ મીટર) નો વધારો કરી હવેથી ગેટ નંબર- ૩,૫,૭ (૧.૦૦ મીટર) ખુલ્લા રાખીને કરજણ ડેમના હેઠવાસમાં અંદાજે ૧૬૬૪૨ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદની સ્થિતિ પર એક નજર કરીએ તો, સાગબારા તાલુકામાં ૧૭૮ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૪૨ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં ૫૫ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૪૭ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં ૩૦ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં આવેલા વિવિધ ડેમોની સપાટીની સ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૩૮.૪૦ મીટર, કરજણ ડેમ ૧૧૩.૮૩ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૮૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૬૦ મીટરની સપાટીએ છે. જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૭.૧૦ મીટર હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૧૯૩૫ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૧૬૮૪ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૬૮૩ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૧૬૯૪ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં ૧૩૦૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૬૬૦.૨૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share to

You may have missed