જૂનાગઢ, બાંટવા પો.સ્ટે. વિસ્તારમાં લુંટનો ગંભીર પ્રકારનો ગુન્હો બનેલ હતો. જે ગુન્હાને શોધી કાઢવામા જુનાગઢના સ્ટેશનરીની દુકાનના સી.સી.ટી.વી કેમેરા ધરાવતા મદદરુપ થનાર વેપારીને પ્રશંસાપત્ર એનાયત કરતી જૂનાગઢ જિલ્લા પોલીસ
જૂનાગઢ જિલ્લામાં ગત તા.૦૫/૦૯/૨૦૨૪ ના રોજ ખાંટવા-પાજોદ રોડ પ૨ કુલ રૂ.૧,૧૫,૮૨,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની લુંટનો ગંભીર પ્રકારનો ગુન્હો બનેલ હતો. જે ગુન્હાના કામે જુનાગઢ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી બનાવવાળી સ્થાનિક જગ્યા તેમજ સી.સી.ટી.વી.કેમેરાની મદદથી લુંટનો ભેદ ઉકેલવા માટે હ્યુમન સોસીસ તેમજ ટેકનીકલ માધ્યમની મદદથી સદરહુ ગુન્હાના કામના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
જે દરમિયાન જુનાગઢ સર્કલ ચોકમા આવેલ “મહારાણીદાસ લક્ષ્મીદાસ શાહ” બુક-સેલર્સ એન્ડ સ્ટેશનર્સ જુનાગઢ નામની બુક સ્ટોર ખાતે લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી આ અનડીટેક્ટ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવામાં જુનાગઢ પોલીસને મદદ મળેલ છે.
જે અંગે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની દુકાનમાં સી.સી.ટી.વી.કેમેરા નાખવા અંગેના જાહેરનામાનું પાલન કરી પોતાની બુક સ્ટોર ખાતે સી.સી.ટી.વી.કેમેરા લગાડવામાં આવેલ હતા જેની મદદથી ખૂટતી કડીઓ મળતાં આ ગંભીર અને અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે, જે ખુબ જ પ્રશંસનીય બાબત છે. આમ ખુબ જ મહત્વનું જાહેરહિતનું તથા પ્રજાલક્ષી કાર્ય કરેલ હોય, જે પોલીસ અને પ્રજા વચ્ચેના સમન્વયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય જેથી તેઓની કામગીરીને બિરદાવવા જુનાગઢ, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા વેપારી શ્રી પુનિતભાઈ ઉતમકુમાર શાહ જુનાગઢ વાળાઓને પ્રશંસાપત્ર એનાયત કરવામા આવેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ના ભેંસાણ વિસ્તાર ના કુપોષિત બાળક ને મલ્યુ નવું જીવતદાન
જૂનાગઢ માં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પહેલગામ પહોંચી આતંકી હુમલાની વિગતો મેળવી.