આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. જેમાં હોટલ મેનેજર શાંતિલાલ વસાવાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ચૈતર વસાવા સહિત 7 લોકો સામે હોટલ મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી દરમ્યાન કાર્યકરોને હોટલમાં જમાડ્યા બાદ બિલ ન ચૂકવતા અંતે હોટલનાં મેનેજરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
*ગુનાહિત કૃત્ય બહાર આવશે તો શરતી જામીન રદ્દ થઈ શકે*
ચૂંટણી દરમ્યાન હોટલ પર બિલ ન ચૂકવતા હોટલ મેનેજરે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 7 લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જમવાનાં બિલનાં 1 લાખ 28 હજાર રૂપિયા બાકી હતી. ત્યારે હોટલ માલિકે મેનેજરનાં પગારમાંથી બિલનાં રૂપિયા કાપી લીધા હતા. જે બાદ મેનેજર દ્વારા ચૈતર વસાવાને બિલની ઉઘરાણી માટે ફોન કર્યો હતો. જે બાદ ચૈતર વસાવાએ ટોળા સાથે આવી મેનેજરને માર મારતા મેનેજરે પોલીસ મથકે ચૈતર વસાવા સહિત 7 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. અગાઉ વનકર્મીને માર મારવાના ગુનામાં ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે. જો ગુનાહિત કૃત્ય બહાર આવશે તો શરતી જામીન રદ્દ થઈ શકે છે.
મારા મહેનતાણામાંથી પૈસા કાપેલ છેઃ શાંતિલાલ વસાવા (હોટલ મેનેજર)
આ બાબતે હોટલ મેનેજર શાંતિલાલ વસાવાએ જણાવ્યું હતું કે, એમનાં માણસો આવતા હતા તે સાબિતી હું કરવા માંગું છું. તા. 21 જૂનનાં રોજ હોટલમાંથી મને છૂટો કરવામાં આવ્યો એનાં પછી સંજયભાઈ એમ કહે છે કે અમારો હિસાબ કીતાબ બધો ફાઈનલ છે. જે આમ આદમી પાર્ટીનું બિલ હતું. એનું ચૂકવણું થઈ જાય છે. ત્યારે હકીકત એવી છે કે એ લોકોએ મારો હિસાબ કિતાબ 1 લાખ 71 હજારનું જે મારૂ મહેનતાણું નીકળતું હતું. એ મહેનતાણામાંથી 1 લાખ 28 હજાર કાપેલા છે. જેમાં આમ આદમી પાર્ટીનું બિલ પણ કાપેલું છે.