October 4, 2024

*માંડવી સુગરનું ખાનગીકરણ મુદ્દે નેતાઓ ભૂગર્ભમાં ઉતરતા એમને શોધી લાવવા સમગ્ર માંડવી તાલુકામાં પોસ્ટર લગાડાયા….!* *માંડવી સુગર વેચાઈ ગઈ ગાયબ નેતાઓને શોધી લાવવા ઈનામ જાહેર..*

Share to

.*દૂરદર્શી ન્યૂઝ સુરત માંડવી.*

ુરત જિલ્લામાં સહકારી મુદ્દે રાજકારણ ગરમાયું છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર ઘણા સમયથી વિવાદોમાં છે યુનિયન બેંકની હરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન અને મશીનરી સાથે મીલ ખરીદી લીધી છે માંડવી સુગરની 250 કરોડની પ્રોપર્ટી માત્ર 36 કરોડમાં યુનિયન બેંકની હરાજીમાં જુનર સુગરને વેચવા મામલે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે બીજી તરફ ખેડૂતોના 27 કરોડ રૂપિયા તથા મજૂરો અને ટ્રાન્સપોર્ટરોના 5 કરોડ રૂપિયા બાકી છે તેવી પરિસ્થતિમાં સહકારી નેતાઓ ભાજપ સામે શીર્ષાસન કરી લીધું છે અને રાજકીય નેતાઓ આ મુદ્દે ચૂપ છે માંડવી સુગરના 54 હજાર જેટલા ખેડૂત સભાસદો છે તેમના હિતમાં અને ખેડૂતોનો અવાજ મજબૂત બનાવવા માટે આદિવાસી કર્મશીલ અખિલ ચૌધરી અને એમની ટીમ દ્વારા માંડવી તાલુકાના ઘુણે ઘૂણે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા આ પોસ્ટરમાં અખિલ ચૌધરી દ્વારા જણાવાયું છે કે માંડવી સુગર વેચાઈ ગઈ,નેતાઓ અને બની બેઠેલા સામાજિક આગેવાનોના મોઢા પર આંગળી અડફ અને પલાઠી વાળીને ગાયબ છે ખેડુતો અને મજૂરોના લોહી પરસેવાના રૂપિયા અપાવવા અને જનતાના પ્રશ્નો ઉચકવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવેલા જન પ્રતિનિધિઓ ખોવાયેલા છે જેને શોધી લવાનારને માટે ઈનામ પણ જાહેર કરાયું છે જેની સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે તથા આ મામલે હવે આગળ માંડવી સુગરને બચાવવા નેતાઓ અને સામાજિક આગેવાનો મેદાને આવશે કે નહીં એ જોવાનું રહ્યું


Share to

You may have missed