તા.૨૨-૧૦-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ વિભાગ ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી મૌઝા મંડળીની સામાન્ય ચુંટણી સન ૨૦૨૪ પાંચ વષઁની મુદત માટે પ્રમુખ અને કમિટી સભ્યો માટે યોજાઈ હતી.જેમાં ટીચર્સ સોસાયટીના પ્રમુખપદ માટે કવિભાઇ વસાવા અને કૌશિકભાઈ વસાવા વચ્ચો ખરાખરીનો જંગમાં ૩૪૯ સભાસદ સભ્યોમાંથી ૩૨૧ સભાસદ સભ્યોએ મતદાન કયુઁ હતું.જેમાં કવિભાઇ વસાવાને ૨૦૬ મત અને કૌશિકભાઈ વસાવાને ૧૧૪ મળતા કવિભાઇ વસાવાનો ૯૨ મતે વિજય થતાં તેમના સમથઁકો શિક્ષકોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
જેમાં મુખ્યત્વે નેત્રંગ ટીચર્સ ક્રેડિટ સોસાયટીના ૧૨ કમિટી સભ્યો માટે ચુંટણીમાં કવિભાઇ વસાવાની પેનલના ૪ સભ્યો અને કૌશિકભાઈ વસાવાની પેનલના ૧ સભ્યો બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા.૭ કમિટી સભ્યોની ચુંટણીજંગમાં કવિભાઇ વસાવાના ૪ અને કૌશિકભાઈ વસાવાના ૩ સભ્યો વિજેતા થતાં પુણઁબહુમત સાથે કવિભાઇ વસાવાએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું.
*વિજય વસાવા નેત્રંગ*