October 8, 2024

જૂનાગઢ ના બગડુ ગામે  કૃષિ મંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા અને તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી

Share to

જૂનાગઢ ના મેંદરડા તાલુકાના સમૂહ લગ્નના પ્રણેતા અને સોરઠના સામાજીક અગ્રણી હરસુખભાઈ વઘાસિયા અને મથુરભાઈ ગોંડલીયા ના રુદ્ર પેટ્રોલ પંપ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી . આ તકે મોટી સંખ્યામાં મિત્ર મંડળ અને અગ્રણીઓ , અને આજુ બાજુ ગામ ના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ નું હરસુખભાઈ એ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કૃષિ મંત્રી ને મળવા માટે આજુબાજુ ગામના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કૃષિલક્ષી પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરવાની પણ ખાતરી આપી હતી .
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર , ધારાસભ્ય દેવાભાઈ માલમ ભગવાનજીભાઈ કરગઠીયા અરવિંદભાઈ લાડાણી , કેતનભાઈ ધોણીયા અને દિનેશભાઈ મેતર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed