રિપોર્ટર / સતીશ વસાવા ,ઝગડીયા DNSNEWS
વેલુગામ ના સરપંચ નો ૧૮ વર્ષીય પુત્ર નિતીન વસાવા નર્મદા કિનારે માછલી પકડવા ગયો હતો ત્યારે અચાનક પાણી મા ગરકાવ થઈ ગયો હતો
ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલા વેલુ ગામ ખાતે માછલી પકડવા ગયેલ ૧૮ વર્ષીય યુવક નું ડૂબી જવાનો બનાવ બનવા પામયો છે મળતી માહિતી પ્રમાણે ઝઘડિયા તાલુકાના વેલુગામ પંચાયતના સરપંચ તરીકે રણછોડભાઈ ફતાભાઇ વસાવા છે, આજરોજ તેમનો પુત્ર નીતિન વસાવા માછીમારી કરવા માટે નર્મદા કિનારે ગયો હતો તે દરમિયાન કિનારા પરથી યુવાનનો પગ લપસી જતા યુવક નિતિન વસાવા ઉંડા પાણીમાં થયો ગરકાવ થઈ ગયો હતો, નીતિની સાથે ગામના માછી મારી કરતા અન્ય લોકોએ તેને ડુબતા જોતા તેને બચાવવા લોકોએ નર્મદા નદીના પાણીના વહેણમાં કૂદી પડ્યા હતા, યુવાનોએ તેની ખુબ શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો, આખરે પાણીમાં ગરકાવ થયેલા યુવાનની શોધખોળ માટે ઝઘડિયાની ફાયર બ્રિગેડ ની ટીમ લાગી કામે લગાડવામાં આવી હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેનો કોઈ પતો લાગ્યો ન હતો
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.