September 20, 2024

નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માહની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી વાનગી બનાવી નિદર્શન કરાયુ

Share to

પોષણ માહની ઉજવણી- નર્મદા જિલ્લો

કિશોરીઓને મિલેટ્સ વિશે અને બાજરીના ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી

ાજપીપલા, શુક્રવાર: સમગ્ર દેશ અને રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે.

રાજ્ય-રાષ્ટ્રના તમામ પ્રદેશોમાં સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે આ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અભિગમમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા નર્મદા જિલ્લો પણ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આજરોજ દેડિયાપાડા-૨ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતુ. અને સ્થાનિક શાકભાજીમાં રહેલા પોષક તત્વોના મૂલ્યો વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કિશોરીઓને મિલેટ્સ વિશે અને બાજરીના ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી.


Share to