October 12, 2024

ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ઉમલ્લા ગામે આવેલ કબ્રસ્તાનમા લાઈટો ના હોવાના કારણે હાલાકી..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

રાત્રી દરમિયાન દફનવિધિ માટે આવતા લોકો ને લાઈટ વિના પડી રહી છે મુશ્કેલીઓ…


ભરૂચ જિલ્લા ના દુમાલા વાઘપુરા ગ્રામપંચાયત દ્વારા દુમાલા વાઘપુરા ગામ તેમજ કેટલીક જગ્યા ઉપર લાઈટો ઉભી કરવામાં આવી છે જેમાં ચોમાસા દરમિયાન લોકો ને અંધારામા અગવડતા ના ઉભી થાય તે માટે CSR અંતર્ગત રાજશ્રી પોલિફિલ કંપની (RPL ) તેમજ અન્ય યોજનાઓ થકી આ લાઈટો કેટલીક જગ્યા ઉપર નાખવામાં આવી હતી પરંતુ કેટલીક લાઈટો મા ખામી સર્જાતા આ લાઈટો રીપેરીંગ માટે કાઢવામાં આવી તો ખરી પરંતુ છેલ્લા દોઢેક મહિના થી લાઈટોને ફરી રીપેરીંગ કરી લગાવવામા ના આવતા મુસ્લિમ સમાજ ના લોકોના સ્વજનો ના અંતિમવિધિ માટે કબર તેમજ દફનવિધિમા મુશ્કેલીઓ પડી રહી છે ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આ લાઈટો છેલ્લા દોઢ મહિના થી રીપેરીંગ કરવા માટે પંચાયત દ્વારા ઉતારવામાં આવી હતી પરંતુ પંચાયતની ઢીલી કામગીરી અને અપૂરતું ધ્યાનના કારણે તેઓ એ હજુ સુધી લાઈટો ના લાગવતા પોતાના સ્વજનો ની દફનવિધિ મા મુશ્કેલીઓ વેઠવી પડી હતી ત્યારે આ બાબતે પંચાયત દ્વારા વહેલી તકે બન્ધ પડેલ લાઈટોને રીપેર કરી જે તે જગ્યા ઉપર ફરી લગાવાય જેથી નાગરિકો ને સુવિધા અવિરત મળી રહે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે..


Share to