હિન્દુ સંસ્કૃતિ મુજબ દરેક કાર્યના પ્રારંભે ગણપતિ સ્થાપન મહત્વનું છે – જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વિનય ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન વિજયભાઈ દોમડિયા : ગણપતિ મહોત્સવ દ્વારા સમાજ અને પરિવાર ભાવના વધુ મજબૂત બને છે – સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા
જૂનાગઢ શહેરમાં ધોરાજી રોડ પર આવેલી વિનય ઈન્ડસ્ટ્રીઝમાં સતત ૨૭માં વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વતનમાંથી દૂર અહીં આવીને વસવાટ કરતા મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના કામદારો પણ પરિવાર સાથે મળીને ખુશીઓ મનાવી શકે તે માટે અહીં દરવર્ષે ગણેશ મહોત્સવ રાખવામાં આવે છે. જેમાં શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો પણ સહભાગી બને છે.
વિનય ઈન્ડસ્ટ્રીઝમાં ગત તા. ૭ના રોજ ગણેશ ચતુર્થીના દિવસે વાજતે-ગાજતે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરરોજ સવારે અને સાંજે આરતી તથા રાત્રે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવે છે. આ અંગે વધુ વિગતો આપતા વિનય ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ દોમડિયા જણાવે છે કે, , હિન્દુ સંસ્કૃતિ મુજબ દરેક કાર્યના પ્રારંભે ગણપતિ દાદાનું સ્થાપન થાય છે. કામદારો પોતાના કુટુંબને છોડીને વતનથી દુર અહીં રોજગારી માટે આવ્યા છે. આ કામદારો મહોત્સવથી વંચિત ન રહી જાય અને બધામાં પરિવાર ભાવના જાગે તે માટે મહોત્સવ રાખવામાં આવે છે. સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે, ગણપતિ મહોત્સવ દ્વારા સમાજ અને પરિવાર ભાવના વધારે મજબૂત બને છે. મહોત્સવના માધ્યમથી બધા સાથે મળીને ખુશીઓ મનાવે છે.
ગણપતિ મહોત્સવને સફળ બનાવવા ગણેશ મંડળના મુખ્ય કાર્યકર પંડિતભાઈ, હરિભાઈ શાહ, નરેન્દ્રભાઈ લક્કડદેવ, વિવેકભાઈ બગીયા, રાકેશભાઈ રાઠોડ તથા મહારાષ્ટ્ર અને યુપી સહિતના રાજ્યોના અહીં રહેતા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ગણપતિ વિસર્જનના દિવસે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. મહોત્સવમાં દરરોજ સવારે અને સાંજે મહાઆરતી થાય છે. ગણેશ સ્થાપના વખતે વિજયભાઈ દોમડિયા, તેમના પત્ની બીનાબેન દોમડિયા, રમેશભાઈ દોમડિયા, પંડિતભાઈ, રાજેશભાઈ કાકડિયા, હરસુખભાઈ વઘાસિયા વગેરે હાજર રહ્યા હતા.
નોંધ : આ મેટર સાથે ફોટો પણ સામેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ શહેર ના સરદાર ચોક ખાતે જાહેર રસ્તા ઉપર રૂ. ૫૦૦ ની રકમની નોટનુ બંડલ વેરાયેલ ધ્યાને આવતા નેત્રમ શાખા પોલીસ દ્રારા સીસીટીવી કેમેરાથી તાત્કાલીક મૂળ માલીકને જાણ કરી કુલ રૂ. ૧૦,૦૦૦/- સામેથી બોલાવી પરત કર્યા
જે.પી.રોડ પોસ્ટેહદ વિસ્તારમાાંથી રોકડ રૂપીયા ૩,૦૦,૦૦૦/- ની ચોરી કરનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાયયિાહી કરતી ઝોન-૨ એલ.સી.બી ટીમ
જૂનાગઢના મેંદરડા માં જય અંબે ગરબી મંડળ દ્વારા પર્યાવરણને લગતા ચિત્ર સ્પર્ધા યોજીને ઇકો મિત્રમ અનોખી નવરાત્રિની ઉજવણી કરાઈ