DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ વૈષ્ણવાચાર્ય પ.પૂ.૧૦૮ દ્વારકેશજી મહોદયની આજ્ઞાથી બાલકૃષ્ણ લાલજી તથા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે વિવિધ મનોરથ સાથે ભવ્ય રીતે ૨૦ મોં પાટોત્સવ ઉજવાયો.

Share to


લાઠી તાલુકામાં વૈષ્ણવ સંપ્રદાય માટે અદ્યતન હવેલી આસ્થાનું પ્રતિક છે.ગત વ‌ષેૅ કોરોના મહામારીમાં પ્રભુજીનો પાટોત્સવ સાદગીપૂર્ણ ઉજવાયો હતો.
તા.૪-૯-૨૧ ને શનિવારના રોજ વિસમો પાટોત્સવ તમામ ઉત્સવના મનોરથી આ.સૌ.પુષ્પાબેન ચંદ્રકાન્તભાઈ સંઘવી (મુંબઈ )ના સહયોગથી ટ્રસ્ટી મંડળ દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શાસ્ત્રોમાં ગોવર્ધન પર્વતનો મહીમા ખૂબજ સુંદર વણૅવેલ છે એવા આબેહૂબ ગોવધૅન પવૅતના દશૅન બાદ કીતૅન મંડળી દ્વારા પ્રભુજીને લાડ લડાવી હીંડોળા દશૅન અને વિવિધ મનોરથના દશૅનનો લ્હાવો સૌ વૈષ્ણવ સંપ્રદાયે લીધો હતો.આ પાટોત્સવ નિમિત્તે મહાપ્રભુજીના પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ


Share to

You may have missed