DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ના વિસાવદર પંથકમાં રેલવે વિભાગે 28 ફાટકો બંધ કરશે તો 4 સપ્ટેમ્બરે ધારાસભ્ય દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે

Share to



વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના રેલવેએ આકરૂં વલણ કરતા
નિર્ણય પાછો નહિ ખેંચાય તો
ખેડુતોને સાથે રાખીને ધારાસભ્ય હર્ષદ રીબડિયા શનિવારે જલદ આંદોલન: કરવામાં આવશે

જૂનાગઢ ના વિસાવદર પંથકમાં રેલવે વિભાગે 28 ફાટકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, પશુપાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને તેમના રસ્તા પરના હક્કો છિનવાઇ જશે. રેલવે વિભાગ જો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના આ નિર્ણય કરી ફાટકો બંધ કરશે તો 4 સપ્ટેમ્બરે જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ઉચ્ચારી છે.

વિસાવદરથી પસાર થતી રેલવે લાઇનો પર વિસાવદરથી ભાડેર અને ધારી તરફ, વિસાવદરથી બીલખા અને જૂનાગઢ તરફ, વિસાવદરથી કાસીયા અને વેરાવળ તરફ જૂનાગઢ જિલ્લાની હદમાં કુલ 52 રેલવે ફાટકો બંધ કરવા રેલવે વિભાગે મંજૂરી માંગતા જિલ્લા કલેકટરે 28 ફાટકો બંધ કરવા મંજૂરી આપેલી છે. જ્યારે બાકીના 24 ફાટકો બંધ કરવાની મંજૂરીની કામગીરી ચાલુ છે. હવે આ ફાટકો બંધ કરવાનો નિર્ણય બંધ નહિ કરાય તો 4 સપ્ટેમ્બર શનિવારે જલદ આંદોલન કરાશે.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed