September 3, 2024

ભરૂચના વાલિયા માં આભ ફાટ્યું: 12 ઈંચ વરસાદથી ઘરો, બજારોમાં પાણી જ પાણી, ડહેલી ગામ જળમગ્ન, લોકો પોતાના ઘરમાં જ કેદ થયાં

Share to

રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઈકાલે ડાંગ, તાપી, ભરૂચ, સુરત સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું હતું. 14 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. તેમજ નદી-નાળાં છલોછલ થયાં હતાં. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં જળમગ્ન થયું છે. લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે નડિયાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો.


Share to

You may have missed