September 3, 2024

*_મરીન કમાન્ડો નલિયા  દ્વારા હવન તેમજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.* *_

Share to

*

આજ રોજ મરીન કમાન્ડો કેમ્પ હોથીવાંઢ નલિયા ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ને અમાસના દિવસે ગાયત્રી હવનનું તેમજ મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન કરેલ. આવા પવિત્ર હવન તેમજ વૃક્ષારોપણમાં પધારેલ મુખ્ય મહેમાન તરીકે કચ્છ ગ્રામ વિકાસ સમિતિના પ્રતિનિધિ શ્રીઅરવિંદભાઈ જોષી તેમજ કોસ્ટગાર્ડના સ્ટેશન કમાન્ડર શ્રી.સંદીપ સફાયા તેમજ કોસ્ટગાર્ડના અધિકારી તેમજ જવાનો, મરીન સેક્ટર લીડર માંડવીના Dysp. શ્રી એમ.એફ.વસાવા તેમજ અધિકારી કમાન્ડો,ગાંધીધામ સેક્ટરના મરીન કમાન્ડો ટીમ તેમજ કોટેશ્વર સેક્ટર કમાન્ડો તેમજ અધિકારીઓ તેમજ Dysp આર.એમ.ચૌધરી તથા મરીન કમાન્ડો કેમ્પ હોથીવાંઢ નલિયા જવાનો સાથે હવન તેમજ વૃક્ષારોપણનું પણ આયોજન કરેલ છે. તો તમામ આ આયોજનમાં પધારીને વૃક્ષા રોપણ કરી પર્યાવરણની જાણવાનીનો એક મેસેજ લોકો સુધી પહોંચે તેવા શુભ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.*

*તેમજ આ પ્રોગ્રામમાં પધારેલ તમામ અધિકારી તેમજ જવાનો તેમજ મહેમાનોનો મરીન સેક્ટર જખૌ વતી Dysp.શ્રી આર.એમ.ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો.*

* *સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed