September 8, 2024

નેત્રંગ અસનાવી ગામેથી રૂ.૮૪,૫૦૦ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો * દારૂનો વેપલો કરનાર બુટલેગર ફરાર

Share to

તા.૦૨-૦૯-૨૦૨૪ નેત્રંગ.


નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.કે દેસાઈ અને પો.કો મુળજીભાઇ અન્ય પો.કમીઁને નેત્રંગ તાલુકાના અસનાવી ગામના ઝરીયા ફળીયામાં રહેતા પ્રવીણ દેવસીંગ વસાવાએ રાત્રીના સમયે જુના ઘરની ખુલ્લી અડાળીના ભાગે પ્લાસ્ટીકની તાળપડત્રીની નીચે મોટાજથ્થામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરી હતી.જેમાં વિદેશી દારૂની બોટલ નંગ – ૭૨૯ જેની કિંમત ૮૪,૫૦૦ મુદ્દામાલ મળી આવ્યો હતો,અને દારૂનો વેપલો કરનાર પ્રવીણ દેવસીંગ વસાવા ફરાર થઇ ગયો હતો.નેત્રંગ પોલીસે રૂ.૮૪,૫૦૦ નો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને ધરપકડ કરવાના ચક્રોગતિમાન ગતિમાન કયૉ હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed